50 વર્ષ બાદ બન્યો રાહુ-શનિનો દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાને જબરદસ્ત આકસ્મિક ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશે
8 જુલાઈના રોજ રાહુ દેવે શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે અને અહીં તેઓ 18 મહિના સુધી રહેશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Trending Photos
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે 8 જુલાઈના રોજ રાહુ દેવે શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે અને અહીં તેઓ 18 મહિના સુધી રહેશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મકર રાશિ
તમારા માટે રાહુ અને શનિનો દુર્લભ સંયોગ ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ તમારી રાશિથી ત્રીજા ભાવ પર વિચરણ કરી રહ્યા છે. જ્યારે શનિદેવ તમારા રાશિથી ધન અને વાણીના ભાવ પર સંચરણ કરી રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ કરિયરમાં તમને તમારા કામથી સંતોષ અને આરામ મળશે. વેપારમાં ઉત્પાદન વધશે અને નફો પણ. સમયાંતરે તમને આકસ્મિક ધનલાભ થતો રહેશે. આ સાથે ભાઈ બહેનોનો સહયોગ મળશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે.
વૃષભ રાશિ
રાહુ અને શનિદેવનો સંયોગ વૃષભ રાશિવાળાને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી રાશિથી આવકના ભાવ પર તો શનિદેવ તમારી રાશિથી કર્મના ભાવ પર સંચરણ કરી રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ તમને તમારા કામમાં પ્રગતિ થઈ શકે છે. નોકરીમાં ફેરફાર કે સ્થળ પરિવર્તનનો સામનો પણ કરવો પડી શકે છે. આ સાથે જ વેપારીઓને સારો આવે ધનલાભ થઈ શકે છે. કારોબારનું વિસ્તરણ થઈ શકે છે. જે લોકો બેરોજગાર હશે તેમને નોકરીની તકો મળી શકે છે.
મિથુન રાશિ
તમારા માટે રાહુ અને શનિદેવનો દુર્લભ સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે રાહુ તમારી રાશિથી દશમ સ્થળ પર તો શનિદેવ તમારી રાશિથી નવમ ભાવ પર સંચરણ કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ તો આ સમય તમારા માટે અનુકૂળ છે. નવી નોકરીમાં તમને સારી સંભાવનાઓ મળી શકે છે. હાલ તમને રોકાણથી લાભ થઈ શકે છે તથા સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે