30 વર્ષ બાદ શનિ દેવ કરશે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોને મળશે પદ-પ્રતિષ્ઠા

Shani Nakshatra Parivartan: વૈદિક પંચાગ અનુસાર શનિ દેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનની શુભ અસર ત્રણ રાશિના જાતકો પર જોવા મળશે. આ જાતકોને શુભ સમાચાર મળી શકે છે. 

30 વર્ષ બાદ શનિ દેવ કરશે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોને મળશે પદ-પ્રતિષ્ઠા

Shani Nakshatra Parivartan April 2024: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ સૌથી ધીમી ગતિથી ભ્રમણ કરે છે. તેથી એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવામાં શનિ દેવને લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે શનિ દેવ પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરી રહ્યાં છે અને તે 6 એપ્રિલ 2024ના બપોરે 3 કલાક 55 મિનિટ પર પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ...

કન્યા રાશિ
તમારા માટે શનિ દેવનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિના સ્વામી બુધના મિત્ર છે. સાથે તે તમારી રાશિથી છઠ્ઠા ભાવ પર ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ સમયે તમને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. સાથે તમે આ સમયે શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ થશો. આ સમયમાં તમારી સુખ-સુવિધા વધશે, જેનાથી તમારૂ મન પ્રસન્ન રહેશે. સાથે નોકરી કરનાર જાતકોને કાર્યક્ષેત્રમાં નવી તક મળશે. 

વૃશ્ચિક રાશિ
શનિ દેવનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ચોથા ભાવ પર ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. સાથે કરિયરમાં આગળ વધવાની નવી તક મળશે, જેનો ઉપયોગ કરી તમે પ્રગતિ કરશો. આ દરમિયાન તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે આ સમયે તમે સુખ-સુવિધા પ્રાપ્ત કરશો. તો લગ્ન જીવન ખુશ રહેવાથી તમારૂ મન પ્રસન્ન રહેશે. તમને કોઈ ખુશખબરી મળી શકે છે. આ સમયે તમારો માતા સાથેનો સંબંધ મજબૂત થશે. 

કુંભ રાશિ
તમારા માટે શનિ દેવનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહી શકે છે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે તમારા પગાર અને પદમાં વધારો થશે. આ કારણથી સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. તમારા મોટા-મોટા લોકો સાથે સંબંધ બનશે. જેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. સાથે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. પરીણિત લોકો માટે લગ્ન જીવન શાનદાર રહેવાનું છે. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. તમે વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news