કોણે અને શા માટે શ્રી કૃષ્ણને આપ્યું હતું સુદર્શન ચક્ર? જાણો કોનો કર્યો હતો પહેલો વધ
Sri Krishna: બધા દેવી-દેવતાઓ તેમના જુદા જુદા ચક્રોના નામે ઓળખાય છે. જેમ શંકરજીના ચક્રનું નામ ભવરેન્દુ, વિષ્ણુજીના ચક્રનું નામ કાન્તા ચક્ર અને દેવીનું ચક્રનું નામ મૃત્યુ મંજરી છે. તેવી જ રીતે સુદર્શન ચક્રનું નામ લેવાથી વ્યક્તિ ભગવાન કૃષ્ણનો તમને સાક્ષાત્કાર થશે.
Trending Photos
Sudarshan Chakra of Lord Krishna : ઘણા ઓછા લોકો જાણતા હશે ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર કોણે આપ્યું અને શા માટે આપ્યું. તમે ભગવાન કૃષ્ણને ચિત્રોમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા જોયા હશે. સુદર્શન ચક્રમાં ઘણી વિશેષતાઓ છે જેના કારણે ભગવાને તેને પોતાના હથિયાર તરીકે પસંદ કર્યું છે. આવો જાણીએ શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું રહસ્ય.
બધા દેવી-દેવતાઓ તેમના જુદા જુદા ચક્રોના નામે ઓળખાય છે. જેમ શંકરજીના ચક્રનું નામ ભવરેન્દુ, વિષ્ણુજીના ચક્રનું નામ કાન્તા ચક્ર અને દેવીનું ચક્રનું નામ મૃત્યુ મંજરી છે. તેવી જ રીતે સુદર્શન ચક્રનું નામ લેવાથી વ્યક્તિ ભગવાન કૃષ્ણનો તમને સાક્ષાત્કાર થશે.
સુદર્શન ચક્રની ઘણી વિશેષતાઓ શું છે?
ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ધારણ કરતા હતા. જેના કારણે બધા દુશ્મનો તેમનાથી ડરતા હતા. ભલે સુદર્શન ચક્ર નાનું હતું પણ તેને સચોટ હથિયાર મનાતું હતું. આ શસ્ત્ર ખૂબ જ શક્તિશાળી હતું, જેને છોડ્યા પછી તે દુશ્મનનો નાશ કર્યા પછી જ પાછું ફરતું હતું. આ શસ્ત્રને કોઈપણ રીતે રોકવું અશક્ય હતું. જ્યારે પણ શ્રી કૃષ્ણએ તેમનું સુદર્શન ચક્ર ધારણ કર્યું, ત્યારે તે ક્યારેય હુમલો કર્યા વિના પાછું આવ્યું નથી. ભલે સુદર્શનથી તેમને કોઈને મારવાને બદલે કોઈની શક્તિ કે અભિમાન પર પ્રહાર કર્યો હોય.
શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર કેવી રીતે પ્રાપ્ત થયું?
શ્રી કૃષ્ણને ભગવાન પરશુરામ પાસેથી સુદર્શન ચક્ર મળ્યું હતું. જે પછી તેમની શક્તિઓ વધી ગઈ હતી. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામને મળ્યા હતા. પરશુરામે શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર ભેટમાં આપ્યું હતું. આ પછી આ ચક્ર હંમેશા શ્રી કૃષ્ણની સાથે રહ્યું. શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્રથી પ્રથમ વ્યક્તિનો વધ કર્યો તે રાજા શ્રૂગાલ હતા. શ્રૂગાલ હિંસક બની જઈ કોઈની પણ પત્ની, મિલકત અને જમીન પડાવી લેતો હતો. ત્રિપુરાસુરને મારવા માટે ભગવાન શિવ દ્વારા સુદર્શન ચક્રની રચના કરવામાં આવી હતી. બાદમાં ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું. જે સુદર્શન ચક્ર કૃષ્ણ પાસે આવ્યું હતું. આ સ્ટોરી એવી છે કે પરશુરામે શ્રી કૃષ્ણ ગૌ માંતક પર્વત પહોંચે એ પહેલાં સુદર્શન ચક્ર અંગે વાત કરી હતી પણ એમને સોંપ્યું ન હતું. ગોમાંતક પર્વતને યાદવોએ સૈન્ય શિબિરમાં ફેરવી દીધો હતો. અહીં આવે એમને એક મહિનો પણ થયો ન હતો અને જરાસંઘની સેનાએ અહીં હુમલો કર્યો હતો.
અહીં ભયંકર યુદ્ધ થયુ અને દક્ષિણ દેશની સેના સાથે હાથ મિલાવીને યાદવોએ જરાસંઘ અને શિશુપાલને અહીંથી ભગાડ્યા હતા. આ વિજય બાદ શ્રી કૃષ્ણ કેટલાક યાદવો સાથે પરશુરામના આશ્રમે ગયા ત્યારે તેમને ગૌમાંતક પર્વત સળગાવી દીધા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારે પરશુરામે શ્રીકૃષ્ણની આંખોમાં જોઈને કહ્યું હતું કે મને તમારામાં મારો ઉત્તરાધિકારી દેખાય છે. એટલે હું તમને એક ઉપહાર આપવા માગું છું. જેના માટે આ ધરતી પર માત્ર તમે જ યોગ્ય છો. આ સમયે આંખો બંધ કરીને પરશુરામ કેટલાક મંત્રોચાર કરવા લાગ્યા એ મંત્ર જે ભગવાન કૃષ્ણએ પહેલાં ક્યારેય સાંભળ્યા ન હતા. એ સમયે તેજ પ્રકાશ થયો અને આશ્રમમાં ચારે તરફ રોશની હતી. બધાએ જોયું તો પરશુરામની આંગળી પર એક સુદર્સન ચક્ર હતું. એ સમયે ભગવાન કૃષ્ણને પરશુરામે દીક્ષા આપતાં કહ્યું હતું કે, સુદર્સન ચક્રની જન્મકથા તો તમે જાણો છો. એ પહેલાં શિવ પાસે હતું. જેનાથી તેમને ત્રિપુરાસુરની જીવનલીલા સમાપ્ત કરી હતી. ત્યારબાદ વિષ્ણું પાસે આવ્યું... વિષ્ણુંએ આ ચક્ર અગ્નિને આપ્યું અને અગ્નિ પાસેથી વરૂણ અને હવે આ મારી પાસે છે. જે હું તમને સોંપી રહ્યો છે. જેનો જવાબદારીથી ઉપયોગ કરજો...
વિષ્ણુએ સુદર્શન ચક્રથી શિવ પર ઘા કર્યો-
ભગવાન શિવે કહ્યું જો તમારે આ જોઈતું હોય તો અજમાવી જુઓ. સુદર્શન ચક્રના પ્રહારથી ભગવાન શિવના ત્રણ ટુકડા થઈ ગયા. આ પછી ભગવાન વિષ્ણુએ પોતાના કાર્યો માટે પસ્તાવો શરૂ કર્યો અને શિવની પૂજા કરવા લાગ્યા. ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે સુદર્શન ચક્રના પ્રહારથી મારો પ્રાકૃતિક વિકાર નાશ પામ્યો. મને અને મારા સ્વભાવને નુકસાન થયું નથી...
ભગવાન શિવે વિષ્ણુને કહ્યું કે નિરાશ ન થાઓ. મારા શરીરના ત્રણ અંગો હવે હિરણ્યાક્ષ, સુવર્ણક્ષ અને વિરૂપાક્ષ મહાદેવ તરીકે ઓળખાશે. ભગવાન શિવની હવે આ ત્રણેય સ્વરૂપોમાં પણ પૂજા થાય છે. આ પછી ભગવાન વિષ્ણુએ શ્રીદામા સાથે યુદ્ધ કર્યું અને સુદર્શન ચક્રથી તેમનો વધ કર્યો. આ પછી સુદર્શન ચક્ર હંમેશા ભગવાન વિષ્ણુ પાસે રહ્યું.
DISCLAIMER : 'આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીઓની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવી જોઈએ. વધુમાં, કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી Zee24 Kalakની રહેશે નહીં...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે