અર્જૂનને નહીં સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ આ વ્યક્તિને આપ્યું હતું ગીતાનું જ્ઞાન, જાણીને ચોંકી જશો
Shrimad Bhagvat Geeta: બહુ ઓછા લોકો જાણે છે કે, ભગવાન કૃષ્ણએ સૌથી પહેલો ઉપદેશ સૂર્યદેવને આપ્યો હતો. એ સમયે જ્યારે તેણે ધરતી પર રાજાના રૂપમાં જન્મ લીધો હતો.
અર્જુન પહેલા સૂર્યદેવે સાંભળી ગીતા
શ્રીકૃષ્ણના મુખે સૂર્યદેવે સાંભળી ગીતા
સૂર્યદેવ ધરતી પર હતા ત્યારે મળ્યું ગીતાજ્ઞાન
Trending Photos
Shrimad Bhagvat Geeta: ગીતા સાર કે ગીતા જ્ઞાનનું નામ પડે એટલે આપણને યાદ આવે કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ. પરિવારજનો સામે યુદ્ધ લડતા પહેલા અર્જુન જ્યારે વિચલિત થઈ ગયો ત્યારે રણભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ તેમને ગીતા સંભળાવી હતી અને તેનુ કર્મ કરવા સમજાવ્યો હતો. પરંતુ શું તેમને ખબર છે કે, અર્જુન પહેલા કોઈએ ગીતા સાંભળી હતી અને એ પણ શ્રીકૃષ્ણના મુખે.
ભગવદગીતાને લઈને એ માન્યતા છે કે, ભગવાન કૃષ્ણએ તેનું સૌથી પહેલા જ્ઞાન અર્જુનને આપ્યું હતું. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, અર્જુન પહેલા ગીતાનો ઉપદેશ સૂર્યદેવને મળ્યો હતો. જ્યારે તેમણે ધરતી પર રાજાના રૂપમાં જન્મ લીધો ત્યારે તેમને ગીતાનો ઉપદેશ પ્રાપ્ત થયો હતો. ભગવાન અર્જુનને ત્યારે ગીતાનું જ્ઞાન દેતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, આ ઉપદેશ તે પહેલા સૂર્યદેવને આપી ચુક્યા છે. ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું હતું.
અર્જુને પુછ્યું હતું કે સૂર્યદેવ તો પ્રાચીન દેવતા છે, તેઓ કેવી રીતે ઉપદેશ સાંભળી શકે છે, ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે, તારા અને મારા પહેલા અનેક જન્મો થઈ ચુક્યા છે. જેના વિશે તું નથી જાણતો પણ હું જાણું છું. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુનને ગીતાનો ઉપદેશ મળતો હતો ત્યારે સંજય દિવ્ય દ્રષ્ટિથી બધુ જોઈ રહ્યા હતા અને ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા હતા.
જ્યારે મહર્ષિ વેદ વ્યાસને મહાભારતની રચનાનો વિચાર આવ્યો તો ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે આ કામ માટે ગણેશજીને બોલાવો. મહર્ષિ વેદવ્યાસ બોલતા હતા અને ગણેશજી લખતા હતા. આ જ સમયે મહર્ષિ વેદવ્યાસે ગણેશજીને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન કૃષ્ણએ માત્ર 45 મિનિટમાં અર્જુનને ગીતાનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે