Guru-Shukra Yuti 2023: 12 વર્ષ બાદ આ 2 ગ્રહો મચાવશે એવી ધમાચકડી, આ 3 રાશિવાળાને થશે ધન-સંપત્તિના ઢગલા

ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરે છે અને શુક્રએ 15 ફેબ્રુઆરીથી મીનમાં પ્રવેશીને શુક્ર અને ગુરુની યુતિ બનાવી છે. આ યુતિનો સીધો પ્રભાવ આમ તો 12 રાશિના જાતકો પર પડશે પરંતુ 3 રાશિવાળાને ધનલાભ અને જબરદસ્ત પ્રગતિના યોગ બની રહ્યા છે. ખાસ જાણો આ 3 રાશિઓ વિશે...

Guru-Shukra Yuti 2023: 12 વર્ષ બાદ આ 2 ગ્રહો મચાવશે એવી ધમાચકડી, આ 3 રાશિવાળાને થશે ધન-સંપત્તિના ઢગલા

Guru Shukra Yuti 2023 Effect: જ્યોતિષ  શાસ્ત્ર મુજબ એક નિશ્ચિત સમયાંતરે ગ્રહ  ગોચર થાય છે. જ્યારે પણ કોઈ ગ્રહ પોતાનું સ્થાન પરિવર્તન કરે છ ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિના જાતકોના જીવન પર પડે છે. અત્રે જણાવવાનું કે ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરે છે અને શુક્ર 15 ફેબ્રુઆરીથી મીનમાં પ્રવેશીને શુક્ર અને ગુરુની યુતિ બનાવે છે. આ યુતિનો સીધો પ્રભાવ આમ તો 12 રાશિના જાતકો પર પડશે પરંતુ 3 રાશિવાળાને ધનલાભ અને જબરદસ્ત પ્રગતિના યોગ બની રહ્યા છે. ખાસ જાણો આ 3 રાશિઓ વિશે...

વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ અને શુક્ર ગ્રહની યુતિ આ રાશિના જાતકો માટે ખુબ જ લાભકારી સિદ્ધ થશે. અત્રે જણાવવાનું કે આ યુતિ વૃષભ રાશિના જાતકોની ગોચર કુંડળીના લાભ સ્થાન પર બની રહી છે. આવામાં આ સમયે તમને ખુબ ધનલાભ થશે. આ સાથે જ સંતાનસુખની પણ પ્રાપ્તિ થશે. આ સમયગાળામાં કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. આ દરમિયાન તમને તમામ ગ્રહોના આશીર્વાદ પણ મળશે. 

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ અને શુક્રની યુતિ તમારા માટે લાભકારી સિદ્ધ થશે. આ સમયે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. માન સન્માનમાં વધારો થશે. જે લોકોનો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે તેમને પણ સારો ધનલાભ થશે. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોની કામના પૂર્ણ થઈ શકે છે. કોઈ પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરી શકો છો. જ્યારે કારોબારીઓને પણ વિશેષ ધનલાભ થશે. 

કર્ક રાશિ
ગુરુ અને શુક્ર ગ્રહની યુતિ કર્ક રાશિના જાતકો માટે પણ ખાસ લાભકારી છે. અત્રે જણાવવાનું કે આ યુતિ તમારી રાશિના ભાગ્ય સ્થળ પર બનવાની છે. આથી આ દરમિયાન ભાગ્ય વૃદ્ધિની સંભાવના છે. પૂર્વમા કરાયેલા કામોનું પણ આ સમયગાળામાં શુભ ફળ મળશે. આર્થિક મામલાઓ અને કારોબારમાં પણ ભાગ્ય જોર કરશે. જ્યારે તમે વેપાર ધંધા સંબંધે મુસાફરી પણ કરી શકો છો. જે તમારા માટે શુભ સાબિત થશે. આ સાથે જ અટકેલા કામો પણ પાર પડશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news