Shukra Gochar 2023: સુખના દેવતા શુક્ર 12 માર્ચે કરશે ગોચર, આ 4 જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જશે

Venus Transit in Aries 12 March 2023: સાંસારિક સુખ-સુવિધાઓની વર્ષા કરનાર શુક્ર 12 માર્ચે મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેમના ગોચરને કારણે 4 રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવવાના છે. તેના ઘરમાં ધનના આગમનની સાથે સાથે ઘણા સારા સમાચાર પણ આવશે.
 

Shukra Gochar 2023: સુખના દેવતા શુક્ર 12 માર્ચે કરશે ગોચર, આ 4 જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જશે

નવી દિલ્હીઃ Shukra Rashi Parivartan March 2023: શુક્ર ગ્રહને પ્રાકૃતિક સૌંદર્ય અને એશ્વર્ય-વૈભવના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર ગ્રહ જ્યારે પણ ગોચર કરે છે તો તેમના પ્રભાવથી યશની પ્રાપ્તિ, જિંદગીમાં પ્રગતિ, ભૌતિક સુખો અને વૈવાહિક જીવનમાં સુખ હાસિલ કરતા હોય છે. આ વખતે પણ શુક્ર 12 માર્ચ 2023ના સવારે 8 કલાક 12 મિનિટ પર મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. તેના કારણે 4 રાશિઓ પર તેમની કૃપા વરસવાની છે. આ રાશિઓના ઘરોમાં લક્ઝરી વસ્તુનું આગમન થશે અને વિદેશ યાત્રાનો યોગ બનશે. આવો જાણીએ આ ચાર રાશિ કઈ છે. 

શુક્ર ગોચરથી પ્રભાવિત થશે આ રાશિના જાતકો

કન્યા રાશિ
આ રાશિના લોકો માટે શુક્ર ગોચર (Shukra Rashi Parivartan March 2023) ખુબ ફાયદાકારક થવાના છે. સસરા પક્ષમાં તમારા સંબંધ મજબૂત થશે. તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે. તમારી આવકના સ્ત્રોત વધશે. આવક વધવાથી ધન-સંપત્તિમાં વધારો થશે. પરિવારના મોટા લોકોના સ્વાસ્થ્યને લઈને સાવચેત રહો. તેમનું નિયમિત ચેકઅપ કરાવતા રહો. 

કુંભ રાશિ
તમે કોઈ નાના અંતરની યાત્રા પર જઈ શકો છો. રચનાત્મક રીતે કામ કરી શકશો. લેખન કાર્યમાં રોકાયેલા લોકો માટે સમય સાનુકૂળ રહેશે. તમે તમારા ઘણા અધૂરા શોખ પૂરા કરી શકો છો. તમે તમારા ગુરુ અને માતા-પિતાના આશીર્વાદ મેળવી શકો છો. આધ્યાત્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ હોઈ શકે છે.

સિંહ રાશિ
મીડિયા, ફિલ્મ અને કલાના ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો માટે શુક્રનું ગોચર (Shukra Rashi Parivartan March 2023) નવી તકો લઈને આવી રહ્યું છે. તમે તમારા પસંદગીના કામને કરિયર બનાવી શકો છો. જે જાતક નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેને સફળતા મળશે. તમને ભાઈ-બહેનનો પ્રેમ અને સમર્થન મળશે. 

મેષ રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન (Shukra Rashi Parivartan March 2023)થી જીવન સાથીની સાથે તમારી ટ્યૂનિંગ વધશે. તમારી પર્સનાલિટી આકર્ષક બનશે અને સમાજમાં માન વધશે. તમે કિંમતી વસ્તુની ખરીદી કરી શકો છો. પરિવારના લોકો અને મિત્રોનો તમને સહયોગ મળશે. કોર્ટ કચેરીમાં ચાલી રહેલા ઘણા મામલા તમારા પક્ષમાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news