ચાંદી પહેરવાથી આ 3 રાશિના લોકોને થાય છે નુકસાન, ગરીબી સાથે આર્થિક સંકટનો કરવો પડે છે સામનો

વૈદિક જ્યોતિષ અનુસાર મેષ, ધન અને સિંહ આ ત્રણેય રાશિઓ અગ્નિ તત્વની રાશિઓ કહેવાય છે. આ રાશિના લોકોએ ચાંદી પહેરવાથી દૂર રહેવું જોઈએ.

 ચાંદી પહેરવાથી આ 3 રાશિના લોકોને થાય છે નુકસાન, ગરીબી સાથે આર્થિક સંકટનો કરવો પડે છે સામનો

Silver Ornament is harmful to these zodiac sings: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ધાતુનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. જેમ કે સોનાની ધાતુનો સંબંધ ગુરૂ બૃહસ્પતિ સાથે માનવામાં આવે છે તે પ્રકારે ચાંદી પર ચંદ્રમાનું આધિપત્ય હોય છે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેણે ચાંદીના આભૂષણ પહેરવાથી બચવું જોઈએ. આ રાશિઓ છે મેષ, ધન અને સિંહ. કારણ કે આ ત્રણેય રાશિઓ અગ્નિ તત્વની રાશિઓ હોય છે. તેણે ચાંદીના ઘરેણા ન પહેરવા જોઈએ. હકીકતમાં જ્યોતિષ અનુસાર ચંદ્રમાનો સંબંધ જળ તત્વથી છે. તેથી ચાંદી આ રાશિના લોકોએ ન પહેરવી જોઈએ જે અગ્નિ તત્વ સાથે સંબંધ ધરાવે છે. બંને એકબીજાના વિરોધી તત્વો છે. તેથી આ રાશિના લોકોએ ચાંદીના ઘરેણા ન પહેરવા જોઈએ. આવો તેના વિશે જાણીએ.

મેષ રાશિ
જ્યોતિષ અનુસાર મેષ રાશિના સ્વામી ગ્રહ મંગળ છે. આ લોકોને ચાંદીની વીંટી પહેરવાતી ધન સંબંધી નુકસાન થઈ શકે છે. સાથે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો આ રાશિના લોકો ચાંદીથી બનેલી વસ્તુઓ ધારણ કરે છે તો તેને કરિયર અને કારોબારમાં નુકસાન થઈ શકે છે.

સિંહ રાશિ
સિંહ રાશિ પર સૂર્ય દેવનું આધિપત્ય હોય છે. તો સૂર્યને જ્યોતિષમાં આગનો ગોળો માનવામાં આવે છે. સાથે સૂર્ય એક ગરમ ગ્રહ છે તો ચંદ્રમાને ઠંડો ગ્રહ માનવામાં આવે છે. આ કારણથી માનવામાં આવે છે કે આ રાશિના લોકોને ચાંદી પહેરવાથી હાનિ થઈ શકે છે. આ રાશિના લોકો ચાંદીનો પ્રયોગ કરે છે તો તેના કામ બગડવાની સંભાવના વધી જાય છે અને તેની ચાંદીની વસ્તુ ગુમ થઈ શકે છે. સાથે નાણા આવતા-આવતા અટવાઈ જાય છે.

ધન રાશિ
ધન રાશિના સ્વામી ગુરૂ બૃહસ્પતિ છે. તેનો સંબંધ સોનાના ધાતુથી માનવામાં આવ્યો છે. જ્યોતિષ પ્રમાણે આ રાશિના લોકો માટે પણ ચાંદીના ઘરેણા અશુભ માનવામાં આવે છે. જો આ રાશિના જાતક ચાંદીની વીંટી કે કોઈ આભૂષણ ધારણ કરે છે તો તેની સાથે દુર્ઘટના થવાની સંભાવના રહે છે. સાથે આર્થિક મુશ્કેલીને કારણે ગરીબીનો સામનો કરવો પડી શકે છે.

આ રાશિઓ માટે ચાંદી માનવામાં આવે છે શુભ
જ્યોતિષ અનુસાર ચાંદીના આભૂષણ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે અતિ શુભ હોય છે. આ રાશિોને જળ તત્વની રાશિઓ માનવામાં આવે છે અને ચાંદી પણ જળ તત્વની રાશિ હોવાને કારણે આ જાતકો માટે શુભ માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news