Surya Gochar 2023: 17 સપ્ટેમ્બરે થશે સૂર્યનું મહાગોચર, 3 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, સત્તા અને સંપત્તિમાં થશે વધારો
Surya Gochar 2023: સૂર્યદેવ જ્યાં સુધી કન્યા રાશિમાં રહેશે ત્યાં સુધી ત્રણ રાશિના લોકો માટે ચાંદી જ ચાંદી રહેશે. એટલે કે આ ત્રણ રાશિના લોકોને સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળ આપશે. આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી જશે અને તેમને ધન લાભ ઉપરાંત વાહન અને સંપત્તિથી પણ લાભ થશે. તો ચાલો તમને જણાવીએ સપ્ટેમ્બર મહિનામાં થનાર સૂર્યનું મહાગોચર કઈ ત્રણ રાશિનું ભાગ્ય ચમકાવશે.
Trending Photos
Surya Gochar 2023: ગ્રહોના રાજા સૂર્ય ઉર્જાનું પ્રતીક છે. તેમની ઊર્જાના કારણે જ ધરતી પર જીવન શક્ય છે. સૂર્યદેવ કોઈપણ રાશિમાં એક મહિના સુધી બિરાજમાન રહે છે અને 30 દિવસ પછી રાશિ પરિવર્તન કરે છે. સૂર્યનું રાશિ પરિવર્તન અલગ અલગ રાશિઓ ઉપર અલગ અલગ પ્રભાવ પાડે છે. જેમકે સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં હાલ ગોચર કરે છે. પરંતુ 17 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 18 ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહેશે ત્યાર પછી તુલા રાશિમાં ગોચર કરશે.
સૂર્યદેવ જ્યાં સુધી કન્યા રાશિમાં રહેશે ત્યાં સુધી ત્રણ રાશિના લોકો માટે ચાંદી જ ચાંદી રહેશે. એટલે કે આ ત્રણ રાશિના લોકોને સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળ આપશે. આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી જશે અને તેમને ધન લાભ ઉપરાંત વાહન અને સંપત્તિથી પણ લાભ થશે. તો ચાલો તમને જણાવીએ સપ્ટેમ્બર મહિનામાં થનાર સૂર્યનું મહાગોચર કઈ ત્રણ રાશિનું ભાગ્ય ચમકાવશે.
સૂર્યના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે લાભ
આ પણ વાંચો:
મેષ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. જુના રોગથી મુક્તિ મળશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. સમાજમાં માન સન્માન વધશે અને આવક ના નવા સાધન બનશે. કાર્ય સ્થળ પર તમારા કાર્યના વખાણ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને સૂર્ય લાભ કરાવશે. આ સમય દરમિયાન તેમનું ભાગ્ય બુલંદી પર રહેશે. જે પણ કામ શરૂ કરશો તેમાં જબરદસ્ત ફાયદો થશે. ઘરમાં લક્ઝરી વસ્તુઓનું આગમન થશે. ભાગ્યનો સાથ મળશે અને અટકેલું ધન પરત મળશે.
ધન રાશિ
આ રાશિના જાતકોને સૂર્યનું ગોચર શુભ પરિણામ આપશે. આ ગોચરથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. અચાનક આવકમાં વધારો થવા લાગશે અને વેપારમાં પણ ફાયદો થશે. આ સમયે આત્મવિશ્વાસ ચરમ પર રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે