Surya grahan 2023: સૂર્યગ્રહણ પર બનશે આ અત્યંત શુભ યોગ, 5 રાશિવાળા પર થશે અપાર ધનવર્ષા!

Surya Gochar 2023 in Gujarati: ગ્રહણ સમયે અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં સૂર્ય હશે. આ દરમિયાન તેમની સાથે બુધ અને રાહુ પણ રહેશે. હિન્દુ માન્યતાઓમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી. પરંતુ શુભ યોગોના કારણે કેટલીક રાશિના જાતકો માટે ગ્રહણ લકી સાબિત થશે. જાણો કઈ છે તે રાશિ...

Surya grahan 2023: સૂર્યગ્રહણ પર બનશે આ અત્યંત શુભ યોગ, 5 રાશિવાળા પર થશે અપાર ધનવર્ષા!

Surya Grahan 2023 Benefits: થોડા દિવસ બાદ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગશે. 20 એપ્રિલ 2023ના રોજ સવારે 7.04 વાગ્યાથી ગ્રહણ શરૂ થશે અને બપોરે 12.29 વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ જો કે ભારતમાં જોવા મળશે નહીં. આથી સૂતક નહીં લાગે. પરંતુ સૂર્યગ્રહણ પર પ્રીતિ અને સર્વાર્થ સિદ્ધિ જેવા ખુબ જ શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે ગ્રહણનું મહત્વ વધી ગયું છે. ગ્રહણ સમયે અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં સૂર્ય હશે. આ દરમિયાન તેમની સાથે રાહુ અને બુધ પણ હશે. હિન્દુ માન્યતાઓમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી. પરંતુ શુભ યોગોના કારણે કેટલીક રાશિના જાતકો માટે ગ્રહણ લકી સાબિત થશે. જાણો કઈ છે તે રાશિ...

મિથુન રાશિ
સૂર્યગ્રહણ પર બનનારા શુભ યોગનો લાભ મિથુન રાશિના જાતકોને મળશે. તમારા વર્કપ્લેસ પર તમારા વખાણ થશે અને છૂપાયેલી ટેલેન્ટ પણ બધાની સામે આવશે. કેટલાક મહત્વના લોકો સાથે મળવાનું થઈ શકે છે. જેનો લાભ તમને ભવિષ્યમાં મળશે. જો પૈસા અટક્યા છે તો તે પણ પાછા મળવાની શક્યતા છે. 

કર્ક રાશિ
સૂર્યગ્રહણની સારી અસર કર્ક રાશિ ઉપર પણ જોવા મળશે. ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપશે. કરિયરમાં પણ પ્રગતિના યોગ બની રહ્યા છે. પરવારમાં ખુશીઓનો માહોલ જોવા મળશે. નીકટના લોકો અને કુટુંબીજનો તમને પૂરેપૂરું સમર્થન આપશે. વ્યક્તિત્વમાં પણ નીખાર આવશે. વિદેશ ટુર પર જવા માંગતા હોવ તો તમારી ઈચ્છા પૂરી થશે. નવા લોકો સાથે તમારા સંપર્ક બનશે. મિત્રો સાથે સમય પસાર કરી શકશો. 

સિંહ રાશિ
સૂર્યગ્રહણ પર વિશેષ યોગના કારણે સિંહ રાશિવાળાને ચાંદી થવાની છે. વિદ્યાર્થીઓનું ફોકસ સારું થશે અને અભ્યાસમાં મન લાગશે. લવ લાઈફ ખુબ શાનદાર રહેશે. બાળકો પણ પ્રગતિ કરશે. જેનાથી તમે ખુબ જ ખુશ રહેશો. પરિવારમાં સારો માહોલ રહેશે અને અટકેલા પૈસા પાછા મળશે. તમે જમીન-ગાડી પણ ખરીદી શકો છો. કારોબારમં પ્રગતિના યોગ બની રહ્યા છે. ધર્મ-કર્મના કામોમાં રસ લેશો. 

ધનુ રાશિ
ધનુ રાશિવાળા પણ સૂર્યગ્રહણ પર બની રહેલા યોગોથી ફાયદો મેળવશે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. સાથીઓ અને ઓફિસરો સાથે તમારા સંબંધ સારા રહેશે. કોઈ ટીમની કમાન તમને મળી શકે છે. જો કે તમારે ખર્ચા પર લગામ લગાવવાની જરૂરીયાત છે. આ દરમિયાન તમે સેવિંગ્સ કરી શકશો. અને આર્થિક સ્થિતિ સારી થશે. લાઈફ પાર્ટનર સાથે આગળનું પ્લાનિંગ કરી શકો છો. 

કુંભ રાશિ
સૂર્યગ્રહણ કુંભ રાશિવાળા પર ખુબ શુભ અસર કરશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને મિત્રો પરિવાર સાથે તીર્થયાત્રા કરી શકો છો. જો હેલ્થને લઈને પરેશાનીઓ ચાલી રહી હતી તો તે દૂર થઈ શકે છે. જો કે તમે ભાગ્યથી વધુ તમારી મહેનત પર ધ્યાન આપો. તે તમને વધુ સફળતા અપાવશે. આ દરમિયાન લવ લાઈફ શાનદાર રહેશે અને સંબંધ મજબૂત બનશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news