2 પાવરફૂલ ગ્રહ બનાવશે ચતુર્થ દશમ યોગ; 3 રાશિવાળાનું 12 દિવસ બાદ ભાગ્ય ઉઘડી જશે, માલામાલ થશો, સફળતા કદમ ચૂમશે
Chaturth Dasham Yog: વર્ષ 2024માં 20 ઓક્ટોબર બાદ સૂર્ય અને મંગળ ગોચરના પ્રભાવથી ચતુર્થ દશમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આમ તો આ યોગનો સકારાત્મક પ્રભાવ મોટાભાગે રાશિઓની કરિયર પર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેમના માટે વરદાન સાબિત થશે....
Trending Photos
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ અને સૂર્ય બંને ગ્રહોને ખાસ સ્થાન મળેલું છે. કુંડળીમાં તેમના મહત્વને જોતા જ સૂર્યને ગ્રહોના સ્વામી અને મંગળને ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. સૂર્ય અને મંગળ જ્યારે એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે ત્યારે તેમનો સારો અને ખરાબ બંને પ્રકારનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર પડે છે.
પંચાંગ મુજબ મંગળ દેવ 20 ઓક્ટોબર 2024ના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યારે તે સમયે સૂર્ય દેવ તુલા રાશિમાં બિરાજમાન રહેશે. જેના પ્રભાવના કારણે ચતુર્થ દશમ યોગનું નિર્માણ થશે. એવું મનાય છે કે મંગળ અને સૂર્યનો આ યોગ અને રાશિઓ માટે પ્રતિકૂળ રહેશે પરંતુ કેટલાક લોકોના જીવનમાં ખુશીઓનો પૈગામ લઈને આવશે. જાણો તે લકી રાશિઓ વિશે....
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને 20 ઓક્ટોબર બાદ કોઈ ખુશ ખબર મળી શકે છે. સૂર્ય અને મંગળનો સંયુક્ત પ્રભાવ તમારી લવ લાઈફમાં મિઠાશ લાવશે. નોકરીયાતોને કરિયરમાં પ્રગતિ થશે. વેપારમાં ધનલાભ થવાથી ધીરે ધીરે આર્થિક સ્થિતિ મજબૂત થશે. કૌટુંબિક જીવન આવનારા કેટલાક દિવસો સુધી સુખદ રહેશે. રિલેશનશીપમાં રહેનારા જાતકોનું મન પ્રસન્ન રહેશે.. જેનાથી સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
તુલા રાશિ
મંગળ અને સૂર્યનો કેન્દ્ર યોગ તુલા રાશિના જાતકો માટે શુભ નિવડશે. પ્રેમ જીવનમાં જો પરેશાનીઓ રહેલી હશે તો જલદી પરિસ્થિતિના અનુકૂળ થવાની શક્યતા છે. યુવાઓને દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. જેનાથી જીવનમાં જલદી ઊંચો મુકામ મળે તેવી શક્યતા છે. વેપારીઓને તેમની મહેનતનું ફળ મળશે. નવી ડીલ પૂરી થવાથી સારો એવો ધનલાભ થવાના યોગ છે.
મીન રાશિ
આ રાશિના લોકોનો સારો સમય 20 ઓક્ટોબર બાદ શરૂ થશે. માનસિક શાંતિ મળવાના કારણે વેપારીઓ મન લગાવીને કામ કરશે. આ ઉપરાંત જોબ કરી રહેલા જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વડીલોને જૂની બીમારીના દુખાવાથી છૂટકારો મળી શકે છે. કોર્ટ કચેરીના કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. રિલેશનશીપ અને પરિણીત જાતકોની લવ લાઈફમાં રોમાન્સ વધશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે