Trigrahi Yog: 18 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગ્રહોનું 'મહામિલન', 1 મહિનો ત્રણ રાશિની બલ્લે-બલ્લે
Trigrahi Yoga 2023: શનિની કુંભ રાશિમાં ઘણા મોટા ગ્રહોની યુતી બની રહી છે. જાણો આ યુતીથી કઈ રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ.
Trending Photos
નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેસ કરે છે. ઘણીવારએક જ રાશિમાં ઘણા ગ્રહોના મિલનથી શુભ યોગ બને છે. જેનો સકારાત્મક પ્રભાવ કેટલીક રાશિઓ પર પડે છે. 18 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. શનિની કુંભ રાશિમાં પહેલાથી શનિદેવ બિરાજમાન છે. 13 ફેબ્રુઆરીએ સૂર્ય પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. 18 ફેબ્રુઆરીએ ચંદ્રમા પણ કુંભ રાશિમાં ગોચર કરશે. ત્રણ ગ્રહોના કુંભ રાશિમાં હોવાથી ત્રિગ્રહી યોગ બનશે. જાણો કઈ રાશિના જાતકોને વિશેષ લાભ થશે..
1. મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બની રહેલો ત્રિગ્રહી યોગ લાભકારી સાબિત થશે. આ યોગ તમારી રાશિના 11માં ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેને આવક તથા લાભનું સ્થાન માનવામાં આવે છે. આ દરમિયાન આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. આવકના નવા સાધન બનશે. મનની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. પરંતુ આ દરમિયાન કોઈ નવા કામની શરૂઆત કરવાથી બચવું જોઈએ.
2. વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ સકારાત્મક પરિણામ લઈને આવશે. આ ગોચર તમારી જન્મકુંડળીના કર્મ ભાવમાં બનશે. જેનાથી તમને આકસ્મિક ધન લાભ થઈ શકે છે. નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશનની સાથે આવકમાં વધારો થઈ શકે છે. કાર્યસ્થળ પર નવા પદની જવાબદારી મળવાની સંભાવના છે.
3. મકર રાશિઃ મકર રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બનનાર ત્રિગ્રહી યોગ લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. ત્રિગ્રહી યોગ તમારી કુંડળીના બીજા ભાવમાં બનશે. જેને ધન તથા વાણીનો ભાવ કહેવામાં આવ્યો છે. આ ગોચરથી મકર રાશિના જાતકોના વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલું ધન પરત મળી શકે છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે