Shani Vakri 2023: 30 વર્ષ બાદ કુંભમાં શનિ વક્રી થશે, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ
ગ્રહ-નક્ષત્રોની ચાલની દરેક રાશિના જાતકો પર સારી-ખરાબ અસર થતી રહે છે. હવે શનિ વક્રી થવાના છે. જેનો લાભ કેટલાક જાતકોને મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ Shani Vakri 2023: 17 જૂન શનિ દેવ વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચાલશે. જ્યોતિષ અનુસાર 30 વર્ષ બાદ શનિ પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી થશે, જેનો શુભ પ્રભાવ ઘણી રાશિના જાતકોને મળશે અને ધનલાભ થશે.
શનિદેવને દંડાધિકારૂના રૂપમાં ઓળખવામાં આવે છે. પરંતુ શનિ જ્યારે કૃપા વરસાવે ત્યારે રંક પણ રાજા બની જાય છે. 17 જૂને શનિ વક્રી થઈને ઘણી રાશિને લાભ આપશે. નોંધનીય છે કે શનિ દરેક ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી રાશિ ગોચર કરનાર ગ્રહ છે. 17 જૂને શનિ રાત્રે 10.48 કલાકે વર્કી ચાલ ચાલવાનું શરૂ કરશે.
4 નવેમ્બર 2023 સવારે 9.15 કલાક સુધી આ સ્થિતિમાં રહેતા ફરીથી કુંભ રાશિમાં માર્ગી થશે. જાણો શનિના વક્રી થવાથી ક્યા જાતકોનું ભાગ્ય ખુલી જશે.
સિંહ રાશિ (Leo Zodiac): શનિદેવ તમારી રાશિના સાતમા ભાવમાં પાછા ફરવા જઈ રહ્યા છે. આ કારણે સિંહ રાશિમાં ષશ રાજ યોગ બનશે, જેના શુભ પ્રભાવથી તમને દરેક ક્ષેત્રમાં અઢળક ધન પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ પણ શનિની પીછેહઠ થતાં જ મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે અને વિવાહિત જીવન પણ સુખી રહેશે.
મકર રાશિ (Capricorn Zodiac): જ્યોતિ અનુસાર શનિ મકર રાશિથી ધનભાવમાં વક્રી થશે, જેનાથી તમને ધનના ઘણા સ્ત્રોત મળશે અને બેન્ક બેલેન્સમાં વધારો થશે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલા કાર્યો ઉકેલાશે. ધનલાભને કારણે પરિવારની સુખ-સુવિધામાં વધારો થશે. શનિની કૃપાથિ સમાજમાં તમારુ માન-સન્માન વધશે.
મિથુન રાશિ (Gemini Zodiac): શનિ દેવ મિથુન રાશિથી નવમાં ભાગમાં વક્રી થશે. તેવામાં તમારા અટવાયેલા કામ પૂરા થશે. વિદેશ જવાનો યોગ પણ બનશે. જે લોકો નોકરી કરે છે, તેને પગાર વધારાની સાથે પ્રમોશન મળી શકે છે. શનિ વક્રી થઈને મિથુન રાશિના કરિયરમાં ચાર ચાંદ લાગશે, જેનાથી તમને લાંબા સમય સુધી ધનલાભ થતો રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે