Vastu Tips: બીજાથી આપણાં ઘરની સાવરણીને છુપાવી રાખવાની કેમ અપાય છે સલાહ? જાણો રોચક કારણ


આ વસ્તુઓ તમારી આર્થિક પ્રગતિમાં લગાવશે ગ્રહણ, આ વસ્તુઓથી રહો સાવચેત

Vastu Tips: બીજાથી આપણાં ઘરની સાવરણીને છુપાવી રાખવાની કેમ અપાય છે સલાહ? જાણો રોચક કારણ

નવી દિલ્લીઃ દરરોજ આપણે કામ કરતાં સમયે જાણ્યે-અજાણ્યે આપણે ભૂલો કરીએ છીએ. ઘણીવાર ભૂલો નાનું નુકસાન પહોંચાડે છે તો ઘણીવાર ભૂલો જીવનમાં સંકટ સમાન સાબિત થાય છે. આવી ભૂલો વ્યક્તિની આર્થિક પ્રગતિ, કારકિર્દીની પ્રગતિને અટકાવે છે. માણસની ખુશીને ગ્રહણ લગાવે છે. આજે આપણે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી આવી જ ભૂલો વિશે જાણીએ જે દરેક વ્યક્તિએ ટાળવી જોઈએ.

સામસામે ન રાખો ફોટાઃ
પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિઓ કે ફોટા ક્યારેય પૂજાઘરમાં સામેસામે ન રાખો. આમ કરવાથી આર્થિક પ્રગતિનો માર્ગ બંધ થઈ જાય છે. ધન પ્રાપ્તિમાં અવરોધો આવે.

ઘરમાં સાવણી છુપાવીને રાખોઃ
ઘરમાં ઝાડુને લઈને કેટલીક વાતોનું હંમેશા ધ્યાન રાખો. સાવરણીમાં ક્યારેય પગ ન મારશો. તેને છુપાવીને રાખો. તેને ક્યારેય તિજોરીની નજીક ન રાખો. આમ કરવાથી ધનની હાનિ થાય છે.

તૂટેલી ચીજવસ્તુઓઃ
તૂટેલા વાસણોનો ક્યારેય ઉપયોગ ન કરો. ફાટેલા પગરખાં કે કપડાં ન પહેરો. આમ કરવાથી ઘરમાં પૈસા આવવાનો રસ્તો બંધ થઈ જાય છે અને પરિવાર ગરીબીમાં ડૂબી જાય છે.

બોન્સાઈઃ
ઘરમાં બોન્સાઈનું વૃક્ષ લગાવવાથી પ્રગતિ અટકે છે. તમારા ઘર કે ઓફિસમાં બોન્સાઈ વૃક્ષો ક્યારેય ન લગાવો. આ સિવાય કાંટાવાળા ઝાડ-છોડ ન લગાવો.

ફાટેલું પર્સઃ
ક્યારેય ફાટેલું પર્સ ન રાખો. પર્સનો સીધો સંબંધ આપણી આવક સાથે છે. ફાટેલું પર્સ તમારી આવક ઘટાડવામાં વધુ સમય નહીં લે.

(નોંધ: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news