શનિ-શુક્રની વૃશ્ચિક રાશિ પર પડી રહી છે અત્યંત શુભ દ્રષ્ટિ, આ 3 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ

શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવ્યો છે. શનિ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં આશરે અઢી વર્ષનો સમય લે છે. શનિની દ્રષ્ટિ તથા ગોચરનો દરેક રાશિઓ પર પ્રભાવ પડે છે. 

શનિ-શુક્રની વૃશ્ચિક રાશિ પર પડી રહી છે અત્યંત શુભ દ્રષ્ટિ, આ 3 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ

Shani Effect on Zodiac Signs: કર્મના દાતા શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલે કે જેઓ સારા કાર્યો કરે છે તે શુભ છે અને જેઓ ખોટા કાર્યો કરે છે તે સજા આપે છે. શનિએ 17 જાન્યુઆરી, 2023 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે આ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન શનિ વૃશ્ચિક રાશિ પર પોતાની દશમ દ્રષ્ટિ પાડી રહ્યાં છે. જ્યારે શુક્ર વૃશ્ચિક રાશિ પર તેનું સાતમું પાસું ધરાવે છે. શનિ અને શુક્રથી ષશ અને માલવ્ય યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. જાણો કઈ રાશિમાં શનિ અને શુક્રનું વૃશ્ચિક રાશિમાં આવવું ફાયદાકારક સાબિત થશે-

1.વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે શિની દશમ દ્રષ્ટિ શુભ સાબિત થશે. તે તમારી રાશિના કર્મ ભાવમાં ગોચર કરી રહ્યાં છે. આ દરમિયાન તમારૂ લગ્ન જીવન સુખદ રહેવાનું છે. પાર્ટનરશિપમાં કરેલા કાર્યોમાં સફળતા મળશે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારાનો યોગ છે. 

2. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે શનિ શુભ રહેશે. આ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને લાભ મળશે. તમે જે કામ કરશો તેમાં સફળતા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારીઓને લાભ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને નવી તક મળી શકે છે. 

3. કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકો માટે શનિની દશમ દ્રષ્ટિ લાભકારી સિદ્ધ થઈ શકે છે. શનિના  કુંભ રાશિમાં આવવાથી શશ રાજયોગ તથા શુક્ર ગોચરથી માલવ્ય રાજયોગ બની રહ્યો છે. તેવામાં આ સમય કારોબારીઓ માટે ખુબ અનુકૂળ રહેવાનો છે. નોકરી-ધંધાને શોધી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news