સાપ્તાહિક રાશિફળ: આવનારું અઠવાડિયું આ જાતકોને અપાવશે ભરપૂર સફળતા, ધનુ રાશિના જાતકો સાચવીને રહે

આવનારું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો.

સાપ્તાહિક રાશિફળ: આવનારું અઠવાડિયું આ જાતકોને અપાવશે ભરપૂર સફળતા, ધનુ રાશિના જાતકો સાચવીને રહે

Weekly Horoscope 11 to 17 april 2022 (By Chirag Daruwalla - Son of Astrologer Bejan Daruwalla): આવનારું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો.

મેષ: ગણેશજી કહે છે, આ સપ્તાહ કોઈ પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં થશે. જમીનને લગતા કાર્યોમાં જો રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી રહેશે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. આ સમયે એલર્જી, ઉધરસ અને તાવ જેવી સમસ્યા રહી શકે છે.  

વૃષભ: ગણેશજી કહે છે, રોકાણને લગતી ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા અને તણાવથી પણ રાહત મળશે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કે દસ્તાવેજ સાચવીને રાખો. પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે. તમે તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો.  

મિથુન: ગણેશજી કહે છે, મિત્રો તથા સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરવો બધાને સુખ આપી શકે છે. થોડા લોકો સ્વાર્થની ભાવનાથી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. પરિવાર તથા જીવનસાથી સાથે શોપિંગ વગેરેમાં જવાનો પ્રોગ્રામ બનશે. આ સમયે ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.  

કર્ક: ગણેશજી કહે છે, કોઈ પારિવારિક મુદ્દા અંગે ચર્ચા-વિચારણાંમાં તમારી હાજરી ખાસ મહત્ત્વપૂર્ણ રહેશે. ઘરના કોઈ વડીલ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આ સમયે વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો. ઘરનું વાતાવરણ વ્યવસ્થિત રહી શકે છે. વધારે કામના કારણે પગમાં થાક અને સોજાની સમસ્યા રહી શકે છે.  

સિંહ: ગણેશજી કહે છે, જો પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે, તો તમને ચોક્કસ જ સફળતા મળશે. તમે શારીરિક અને માનસિક રીતે પોતાને સશક્ત અનુભવ કરશો. આ સમયે બિનજરૂરી યાત્રાને ટાળો. કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીની સ્થિતિ રહી શકે છે. પતિ-પત્નીનો એકબીજાને સહયોગ ઘરના વાતાવરણને સુખદ અને મધુર જાળવી રાખશે.  

કન્યા: ગણેશજી કહે છે, આ સપ્તાહ તમે યોજના બનાવીને તમે કામ કરશો અને તેમાં સફળતા પણ મળશે. ઘરમાં સંબંધીઓ આવવાથી તમારા થોડા કાર્યોમાં વિધ્ન આવી શકે છે. વ્યવસાયિક રીતે બધા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સન્માન આપી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.  

તુલા: ગણેશજી કહે છે, જીવન સ્તરને વધારે સારું જાળવી રાખવા માટે તમે થોડા સંકલ્પ લેશો અને તેમાં સફળ પણ થશો. ઘરના કોઈ સભ્યના વ્યવહારના કારણે ચિંતા રહી શકે છે. કોઈપણ યોજનાને શરૂ કરવા માટે જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લો. વર્તમાન વાતાવરણના કારણે સુસ્તી અને આળસ હાવી થઈ શકે છે.  

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ સપ્તાહ તમે થોડી મુશ્કેલીઓથી રાહત મેળવવા માટે એકાંત કે કોઈ આધ્યાત્મિક સ્થળે સમય પસાર કરવાની કોશિશ કરશો. વેપારમાં પરિસ્થિતિઓ સામાન્ય રહી શકે છે. ઘરનું વાતાવરણ સુખ- શાંતિ પૂર્ણ રહી શકે છે. તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અનુભવ કરી શકો છો.  

ધનુ: ગણેશજી કહે છે, તમારી કોઈ પરેશાનીમાં નજીકના સંબંધીઓનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.  ખોટા ખર્ચ પરેશાન કરશે. કાર્યસ્થળે શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. લગ્નજીવનમાં સુખમય વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.  

મકર: ગણેશજી કહે છે, આ સપ્તાહ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા તમારી રાહ જોઈ રહી છે. ખાસ કરીને મહિલાઓ માટે સમય અનુકૂળ છે. ફાલતૂ ગતિવિધિઓમાં તમારું ધ્યાન લગાવશો નહીં. આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં કોઈ સફળતા મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.  

કુંભ: ગણેશજી કહે છે, તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે કોશિશ કરવી સફળતા આપશે. શારીરિક અને માનસિક રીતે તમે તમારી અંદર સ્વસ્થ અનુભવ કરશો. વિદ્યાર્થીઓને પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ ન મળવાથી આત્મબળમાં ઘટાડો આવી શકે છે. આર્થિક રીતે દિવસ ઉત્તમ રહેશે.  

મીન: ગણેશજી કહે છે, આ સપ્તાહ તમારા કાર્યને ઉતાવળની જગ્યાએ સહજ રીતે અને સમજી-વિચારીને પૂર્ણ કરવાની કોશિશ કરો. જૂની પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે. પતિ-પત્ની વચ્ચે સુખમય વાતાવરણ રહી શકે છે. ઉધરસ અને તાવ જેવી પરેશાની રહી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news