GT vs SRH: ગુજરાત માટે ડેબ્યૂ કરશે અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક ઓપનર! જાણો કેવી હશે સંભવિત ટીમ

ભલે ગુજરાતની ટીમ આઈપીએલ 2022માં સતત જીતી રહી છે, પરંતુ ઓપનિંગ આ ટીમ માટે હજુ પણ ચિંતાનો વિષય છે. શરૂઆતી મેચમાં શુભમન ગિલની સાથે ઓસ્ટ્રેલિયાનો મેથ્યૂ વેડ ઈનિંગની શરૂઆત કરી રહ્યા હતા, પરંતુ તે સતત ફ્લોપ રહેતા રિદ્ધિમાન સાહાને મોકો આપવામાં આવ્યો. જોકે, સાહા પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી.

 GT vs SRH: ગુજરાત માટે ડેબ્યૂ કરશે અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક ઓપનર! જાણો કેવી હશે સંભવિત ટીમ

Gujarat Titans Playing 11: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં હવે રોમાંચ વધી રહ્યો છે. આઈપીએલ 2022માં આજે ગુજરાત અને હૈદરાબાદની ટીમ આમને સામને હશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં અફઘાનિસ્તાનના રહમાનુલ્લાહ ગુરબાજને મોકો મળી શકે છે. જાણીએ ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

રહમાનુલ્લાહ ગુરબાજ કરી શકે છે ડેબ્યૂ
ભલે ગુજરાતની ટીમ આઈપીએલ 2022માં સતત જીતી રહી છે, પરંતુ ઓપનિંગ આ ટીમ માટે હજુ પણ ચિંતાનો વિષય છે. શરૂઆતી મેચમાં શુભમન ગિલની સાથે ઓસ્ટ્રેલિયાનો મેથ્યૂ વેડ ઈનિંગની શરૂઆત કરી રહ્યા હતા, પરંતુ તે સતત ફ્લોપ રહેતા રિદ્ધિમાન સાહાને મોકો આપવામાં આવ્યો. જોકે, સાહા પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. એવામાં આજે અફઘાનિસ્તાનના વિસ્ફોટક બેટર રહમાનુલ્લાહ ગુરબાજને ડેબ્યૂનો મોકો આપવામાં આવી શકે છે.

માત્ર એક મેચ હારી છે ગુજરાત ટાઈટન્સ
આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સે પોતાના પ્રદર્શનથી તમામને આશ્ચર્યચકિત કરી નાંખ્યા છે, ગુજરાત એક ચેમ્પિયન ટીમની જેમ રમી રહી છે. ટીમનો કેપ્ટન હાર્દિક પાંડ્યા ફ્રંટથી લીડ કરી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમ સાત મેચોમાં 6 જીતની સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2022ની એકમાત્ર ટીમ છે, જે માત્ર એક મેચ હારી છે.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટમેન), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, જયંત યાદવ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ અને મોહમ્મદ શમી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news