ઇયોન મોર્ગન બાદ અફરીદીએ કહ્યું- ઓલમ્પિક માટે ક્રિકેટનું આદર્શ ફોર્મેટ છે ટી10

અફરીદીએ યૂએઈમાં રમાઈ રહેલી ટી-10 લીગમાં પખ્તૂન્સની ટીમની આગેવાની કરી રહ્યો છે. તેની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

 ઇયોન મોર્ગન બાદ અફરીદીએ કહ્યું- ઓલમ્પિક માટે ક્રિકેટનું આદર્શ ફોર્મેટ છે ટી10

શારજાહઃ ઈંગ્લેન્ડના ઇયોન મોર્ગન બાદ પાકિસ્તાનના શાહિદ અફરીદીએ પણ ઓલમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી માટે ટી-10 ફોર્મેટને આદર્શ ગણાવ્યું છે. અફરીદીએ યૂએઈમાં રમાઈ રહેલી ટી-10 લીગમાં પખ્તૂન્સની ટીમની આગેવાની કરી રહ્યો છે. તેની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેનો સામનો નાર્દર્ન વારિયર્સ સામે થશે. ડેરેન સેમીની આગેવાનીમાં નોર્દર્ન વોરિયર્સ અને શાહિદ અફરીદીની પખ્તૂન્સ વચ્ચે કાંટાની ટક્કર થવાની આશા છે. 

વિસ્ફોટક બેટ્સમેન અને ઓલરાઉન્ડર અફરીદીએ ક્રિકઇન્ફોને કહ્યું, ઓલમ્પિકમાં ક્રિકેટ સામલ કરવાની વાત થઈ રહી છે. મને લાગે છે કે, તે માટે ટી10 આદર્શ ફોર્મેટ હોય શકે છે. જો આપણે ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરાવી શકીએ તો તેનાથી આ રમતનો વિશ્વભરમાં સારો પ્રચાર થઈ શકે છે. આ ફોર્મેટ રમતપ્રેમીઓને ક્રિકેટથી જોડવા માટે સારૂ માધ્યમ બની શકે છે. 

આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને પણ ટી10 ફોર્મેટને ઓલમ્પિકમાં સામેલ કરવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે ટી10 ફોર્મેટ ક્રિકેટનું એક એવું સ્વરૂપ છે, જે ઝડપથી દર્શકોને આકર્ષિત કરે છે. જ્યારે તમે ટી20 ક્રિકેટની વાત કરો છો, તો તેનું ટાઇમિંગ થોડું વધારે છે. જેથી તમે ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની વાત કરો છો તો, ટી10 ક્રિકેટ તેના માટે સારૂ ફોર્મેટ છે. 

આ દિવસોમાં યૂએઈમાં ટી10 લીગની બીજી સિઝન ચાલી રહી છે. રવિવારે રાત્રે (2 ડિસેમ્બર) તેની ફાઇનલ  નોર્દર્ન વોરિયર્સ અને પખ્તૂન્સ વચ્ચે રમાશે. ટી10 ક્રિકેટ લીગની બીજી સિઝનમાં નોર્દર્ન વોરિયર્સનું ટાઇટલ  સ્પોન્સર ZEE5 છે. નોર્દર્ન વોરિયર્સ તે ત્રણ ટીમોમાંથી એક ટીમ છે, જેણે આ વર્ષે ટી10 ક્રિકેટ લીગમાં પર્દાપણ  કર્યું છે. ZEE5, જી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડની એક ગ્લોબલ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ છે.  જેને હાલમાં 190+ દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નોર્દર્ન વોરિયર્સના કો-ઓવનર મોહમ્મદ મોરાની છે. તેમણે કહ્યું કે, ટી10 ક્રિકેટ એ 90 મિનિટ એન્ટરટેઇનમેન્ટનું થ્રિલર છે. તે માસને આકર્ષે છે. તેણે બીજી સિઝનમાં ઘણી સફળતા મેળવી છે.  આ અંગે વાત કરતા ZEE5 ચીફ બિઝનેસ ઓફિસર (ગ્લોબલ) અર્ચના આનંદે જણાવ્યું કે, નાર્દર્ન વોરિયર્સના ટાઇટલ સ્પોન્સર તરીકે અમે રોમાંચ અનુભવી રહ્યાં છીએ. ટીમમાં ટેલેન્ડેટ ક્રિકેટરો છે, જેણે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 

ગત વર્ષે શરૂ થયેલું ટી10 ફોર્મેટ ક્રિકેટનું સૌથી નવું ફોર્મેટ છે. તેમાં બંન્ને ટીમો વચ્ચે 10-10 ઓવરની મેચ રમાઇ છે. આ મુકાબલો માત્ર 1.30 કલાકમાં પૂરો થઈ જાય છે. ગત વર્ષે 6 ટીમોની સાથે શારજાહમાં આ લીગની શરૂઆત થઈ હતી. બીજી સિઝનમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. આ વર્ષે ભાગ લઈ રહેલી બે નવી ટીમોની ફી આયોજકોએ 400,000 ડોલરથી વધારીને 1.2 મિલિયન ડોલર કરી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news