ICC World Cup 2023: હોટલના એક રૂમનું ભાડું ₹50,000થી 1 લાખ, ક્રિકેટ વર્લ્ડ કપને કારણે અમદાવાદમાં ભાવ આસમાને

Ahmedabad News : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ લગભગ 100 દિવસ બાકી છે, પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અહીં હોટલના રૂમનું બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે

ICC World Cup 2023: હોટલના એક રૂમનું ભાડું ₹50,000થી 1 લાખ, ક્રિકેટ વર્લ્ડ કપને કારણે અમદાવાદમાં ભાવ આસમાને

Ahmedabad Hotel Room Rates : ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ, ફાઈનલ મેચ અને ઓપનિંગ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતના અમદાવાદમાં બનેલા આ સ્ટેડિયમમાં દેશ-વિદેશના લોકો ક્રિકેટ જોવા આવશે. હોટેલના રૂમો ફૂલ થઈ રહ્યા છે. રૂમનું ભાડું અનેક ગણું વધી ગયું છે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ લગભગ 100 દિવસ બાકી છે, પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અહીં હોટલના રૂમનું બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. લોકો ત્રણ મહિના અગાઉથી હોટલ બુક કરાવવા માંગે છે જેથી તેમને વર્લ્ડ કપ દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. સ્થિતિ એવી છે કે હોટલોના ભાડામાં અનેકગણો વધારો થયો છે. ઘણી હોટલોનું એક રાત્રિનું ભાડું 50,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. અમદાવાદની એક ફાઇવ સ્ટાર હોટલમાં બેઝ ક્લાસ રૂમની કિંમત કેટલાક કિસ્સાઓમાં પ્રતિ રાત્રિ રૂ. 50,000 સુધી વધી ગઈ છે. અન્ય સમયે, આવા રૂમની કિંમત 6,500-10,500 રૂપિયા હોય છે.

વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ મેચ, ફાઈનલ અને ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે. જેને પગલે હોટલોમાં અત્યારથી જ પૂછપરછ ચાલુ થઈ ગઈ છે. 

હોટેલના રૂમ ફૂલ થવાના આરે
હોટલ સંચાલકોએ જણાવ્યું કે 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચને લઈને ભારે ઉત્તેજના છે. 13-16 ઓક્ટોબરના સમયગાળા માટે બુકિંગ થઈ ચૂક્યું છે. મોટાભાગની હોટેલો ભરાઈ ગઈ છે. અમદાવામાં "આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જૂથો, ચાહકો અને પ્રાયોજકો તરફથી પૂછપરછ કરવામાં આવી રહી છે. બુકિંગ માટે ઘણા વીવીઆઈપી પણ સંપર્ક કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચના દિવસે પણ બુકિંગ 
મોટાભાગની ફાઇવ સ્ટાર હોટલોમાં મેચના દિવસો માટે 60-90% રૂમ બુકિંગ હોય છે. મેચના દિવસો માટે લગભગ 80% (રૂમ) વેચાયા હોવાના અહેવાલ છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઉદઘાટન સમારોહ અને પ્રથમ મેચ માટે ઈંગ્લેન્ડની ટ્રાવેલ એજન્સીઓ અને મોટા કોર્પોરેશનો દ્વારા પહેલાથી જ બુકિંગ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઝ કેટેગરીના રૂમની કિંમત લગભગ રૂ. 52,000 અને પ્રીમિયમ કેટેગરીના રૂમ રૂ. 1 લાખ અને તેથી વધુની કિંમતે છે.  મેચની તારીખ નજીક આવતાં આગામી થોડા દિવસોમાં બુકિંગ ભરાઈ જવાની અપેક્ષા છે. હાલમાં જબરદસ્ત પૂછપરછને કારણે હોટલોએ પણ એડવાન્સમાં હાઉસફૂલના બોર્ડ લગાવી દીધા છે. આગામી દિવસોમાં આ જ ટ્રેન્ડ રહ્યો તો હોટલના બુકિંગના ભાવ ઉંચકાવાની પૂરી સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news