ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ખોલ્યા રાઝ, વિરાટ કોહલીએ ક્ચારે લીધો હતો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય?

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અને વનડેના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહે જણાવ્યુ કે, વિરાટ કોહલીના રાજીનામાની જાણકારી પહેલા ટીમના સભ્યોને ક્યારે મળી હતી. 

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ખોલ્યા રાઝ, વિરાટ કોહલીએ ક્ચારે લીધો હતો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય?

પાર્લઃ દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના  (Team India) વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ સોમવારે ખુલાસો કર્યો કે વિરાટ કોહલી (Virat Kohli) એ કેપ્ટનશિપ છોડવાના પોતાના નિર્ણય વિશે કેપટાઉન ટેસ્ટ બાદ એક મીટિંગમાં ટીમને આ વાત જણાવી હતી. 

જ્યારે ટીમને મળી રાજીનામાની જાણકારી
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ કહ્યુ- એક ટીમના રૂપમાં તેની ખુબ નજીક રહ્યાં છીએ. તેણે એક મીટિંગમાં અમને કહ્યુ કે, તે ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દેશે. તેણે એક ટીમના રૂપમાં તેની જાણકારી આપી. અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેની લીડરશિપને ખુબ મહત્વ આપીએ છીએ. 

કોહલી હંમેશા ગ્રુપ લીડર રહેશે
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યુ- અમે તેને એક ટીમના રૂપમાં ટેસ્ટમાં તેના યોગદાન માટે શુભેચ્છા આપી અને ભવિષ્યની શુભેચ્છાઓ આપી. આ વાતચીત તેની સાથે થઈ હતી. બુમરાહે આગળ કહ્યુ કે, પૂર્વ કેપ્ટન કોહલી હંમેશા ગ્રુપમાં લીડર રહેશે. 

— BCCI (@BCCI) January 17, 2022

પાર્લમાં કોહલી ખેલાડી તરીકે ઉતરશે
જસપ્રીત બુમરાહની આ કોમેન્ટ કોહલીએ સુકાની પદ છોડ્યા બાદ આવી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 19 જાન્યુઆરીથી પાર્લમાં શરૂ થનારી ત્રણ મેચોની વનડે સિરીઝમાં, એક ખેલાડીના રૂપમાં તેની પ્રથમ સિરીઝ હશે. 

બુમરાહે કોહલીની આગેવાનીમાં કર્યુ હતુ પર્દાપણ
જસપ્રીત બુમરાહે કહ્યુ- જુઓ હું તેને લઈને કોઈ નિર્ણય કરવા માટે અહીં નથી. પરંતુ હા, વ્યક્તિગત રૂપે અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તે જાણે કે તે કઈ માનસિક સ્થિતિમાં છે. અમે તેનું સન્માન કરીએ છીએ અને મને તેની આગેવાનીમાં રમવાની ખુશી થઈ કારણ કે મેં ટેસ્ટ પર્દાપણ તેની લીડરશિપમાં કર્યુ હતું. 

Let's relive some of the finest moments from @imVkohli's tenure as India's Test captain. 👏 👏

Watch this special feature 🎥 🔽https://t.co/eiy9R35O4Q pic.twitter.com/4FMCLstZu3

— BCCI (@BCCI) January 17, 2022

ટીમમાં એનર્જી લાવતો હતો વિરાટ
જસપ્રીત બુમરાહે આગળ કહ્યુ- કોહલી ટીમમાં ઘણી ઉર્જા લાવે છે. તે હંમેશા સમૂહમાં એક લીડર રહેશે અને તેનું યોગદાન ઘણું રહ્યું છે અને આગળ પણ મોટું યોગદાન આપવા જઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news