બુમરાહ, શમી, યાદવ બધા જોતા રહ્યાં અને આ 'સરદાર' નીકળી ગયો બધાથી આગળ! કર્યો કમાલનો રેકોર્ડ

Arshdeep Singh Career Stats: IND vs IREની મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો. એટલું જ નહીં આ સાથે જ ભારત માટે T20Iમાં આવું કરનાર તે અત્યાર સુધીનો પ્રથમ ઝડપી બોલર બન્યો. અર્શદીપ સિંહ કરિયરના આંકડાઓ પર નજર કરીશું તો એ વાતનો પણ ખ્યાલ આવશે કે તેણે બીજા ખેલાડીઓની સરખામણીએ કેટલો ઝડપી ગ્રોથ કર્યો છે.

બુમરાહ, શમી, યાદવ બધા જોતા રહ્યાં અને આ 'સરદાર' નીકળી ગયો બધાથી આગળ! કર્યો કમાલનો રેકોર્ડ

Arshdeep Singh: 

બુમરાહ, શમી, યાદવ બધા જોતા રહ્યાં અને આ 'સરદાર' નીકળી ગયો બધાથી આગળ! કર્યો કમાલનો રેકોર્ડ

 

 

Arshdeep Singh Record: ટીમ ઈન્ડિયામાં હવે પહેલાં જેવી સ્થિતિ નથી કે બોલરો શોધવા જઈએ તો ફાસ્ટ બોલર મળે નહીં. અને 130 કિ.મી.થી વધારે ફાસ્ટ બોલિંગ નાંખવા માટે તમારે ખેલાડીની ખોજ કરવી પડે એવી સ્થિતિ હવે નથી. હવે તો કાશ્મીરથી આવેલો નવો છોકરો પણ 150 કિ.મી.ની સ્પીડનો બોલ હસ્તા રમતા નાંખી દે છે. ભારત પાસે હાલ વર્લ્ડ બેસ્ટ કહી શકાય એવા જસપ્રીત બુમરાહ અને મહોમ્મદ શામીની જોડી છે. આ ઉપરાંત યાદવ અને અન્ય ફાસ્ટ બોલર્સ પણ આ કતારમાં સામેલ છે. ત્યારે આ બધાની વચ્ચે સૌથી અસરદાર સાબિત થયો 'સરદાર'.

IND vs IREની મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો. એટલું જ નહીં આ સાથે જ ભારત માટે T20Iમાં આવું કરનાર તે અત્યાર સુધીનો પ્રથમ ઝડપી બોલર બન્યો. અર્શદીપ સિંહ કરિયરના આંકડાઓ પર નજર કરીશું તો એ વાતનો પણ ખ્યાલ આવશે કે તેણે બીજા ખેલાડીઓની સરખામણીએ કેટલો ઝડપી ગ્રોથ કર્યો છે. ટીમ ઈન્ડિયા માટે, અર્શદીપ સિંહે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે અર્શદીપ સિંહે 2023 એશિયા કપ અને 2023 વર્લ્ડ કપ માટે પણ દાવો કર્યો છે.

અર્શદીપસિંહનો રેકોર્ડઃ
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો છે. આયર્લેન્ડ સામે રવિવારે રમાયેલી બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં અર્શદીપ સિંહે એવો શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે દુનિયાભરના બોલરો ઉત્સુક છે. અર્શદીપ સિંહ આવું કરનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. રવિવારે આયર્લેન્ડ સામે રમાયેલી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી.

અર્શદીપ સિંહે ઈતિહાસ રચ્યો-
અર્શદીપ સિંહે આ સાથે ઈતિહાસ રચી દીધો છે. અર્શદીપ સિંહ હવે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ભારત માટે સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. અર્શદીપ સિંહે પોતાની 33મી T20 ઈન્ટરનેશનલ મેચમાં 50 વિકેટ પૂરી કરી લીધી છે. અર્શદીપ સિંહ ભારત માટે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. બીજી તરફ ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ભારત માટે સૌથી ઝડપી 50 T20 ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ ચાઈનામેન બોલર કુલદીપ યાદવના નામે છે. કુલદીપ યાદવે તેની 30મી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂરી કરી.

ભારત માટે T20Iમાં આવું કરનાર પ્રથમ ઝડપી બોલર બન્યો-
અર્શદીપ સિંહ હાલમાં 33 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. યુઝવેન્દ્ર ચહલે તેની 34મી T20 ઈન્ટરનેશનલ મેચમાં 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહે તેની 41મી T20 મેચમાં 50 વિકેટ પૂરી કરી હતી. ભારત માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. યુઝવેન્દ્ર ચહલે ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 96 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે T20 ઈન્ટરનેશનલમાં 90 અને જસપ્રિત બુમરાહે 74 વિકેટ ઝડપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news