'અલ્લાહ તેને ખુશ રાખે', તાજેતરમાં પિતા બનેલા બુમરાહને શાહીન શાહ આફ્રિદીએ આપી ખાસ ગિફ્ટ

Shaheen Afridi Gift: ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તાજેતરમાં પિતા બન્યો છે. જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહને પિતા બનવા પર શુભેચ્છા આપતા પાકિસ્તાની ફાસ્ટ બોલર આફ્રિદીએ તેને એક ગિફ્ટ આપી છે. 
 

'અલ્લાહ તેને ખુશ રાખે', તાજેતરમાં પિતા બનેલા બુમરાહને શાહીન શાહ આફ્રિદીએ આપી ખાસ ગિફ્ટ

કોલંબોઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચો દરમિયાન જે વાતાવરણ રહેતું હતું તેનાથી હવે સ્થિતિ તદ્દન વિપરીત બની ગઈ છે. જૂના સમયમાં, મેચ પહેલા, આ હાઇ વોલ્ટેજ મેચને કારણે વાતાવરણ ગરમ થઈ જતું હતું. મેચ દરમિયાન હોય કે મેચ પછી, વાતાવરણ હંમેશા તંગ રહેતું હતું. મેદાન પર ઘણીવાર ખેલાડીઓ વચ્ચે ઝઘડા જોવા મળતા હતા. પરંતુ હવે જ્યારથી 2021ના T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને બાબર આઝમની આગેવાનીમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાઈ છે, ત્યારથી એક અલગ પ્રકારની મિત્રતા જોવા મળી રહી છે. હવે, જ્યારે મેચ પહેલા મિત્રતાના વીડિયો સામે આવ્યા છે, ત્યારે એશિયા કપ 2023ના સુપર 4માં ભારત-પાકિસ્તાનની મેચની એક્શન બાદ, શાહીન આફ્રિદી અને જસપ્રિત બુમરાહની મિત્રતાનો એક સુંદર વીડિયો સામે આવ્યો છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બન્યો છે. એશિયા કપની પ્રથમ મેચમાં તે ટીમની સાથે હતો. પછી નેપાળ વિરુદ્ધ મેચ પહેલા ભારત ફર્યો હતો. બુમરાહની પત્ની સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. તાજેતરમાં પિતા બનેલા જસપ્રીત બુમરાહને એશિયા કપ 2023 દરમિયાન પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ ખાસ ગિફ્ટ આપી છે. 

Shaheen Afridi delivers smiles to new dad Jasprit Bumrah 👶🏼🎁#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/Nx04tdegjX

— Pakistan Cricket (@TheRealPCB) September 10, 2023

પીસીબીએ શેર કર્યો વીડિયો
તેનો વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શેર કર્યો છે. હકીકતમાં આ મેચમાં પ્રથમ દિવસે વરસાદને કારણે પરિણામ આવ્યું નહીં અને મેચ રિઝર્વ ડેમાં સમાપ્ત થશે. પ્રથમ દિવસની રમત બીજા દિવસે શિફ્ટ થયા બાદ બુમરાહ અને શાહીનનો એક સુંદર વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. આ વીડિયોમાં આફ્રિદી બુમરાહને કહે છે- ભાઈ ખુબ ખુબ શુભકામનાઓ. શહઝાદે માટે નાની ગિફ્ટ... અલ્લાહ તેને ખુશ રાખે અને તે નવો બુમરાહ બને. 

હવે રિઝર્વ ડેમાં રમાશે મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4ની આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. આ મેચમાં વરસાદ આવતા હવે આવતીકાલે અધૂરી મેચ રમાશે. ટોસ જીતીને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ફીલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમને સારી શરૂઆત મળી હતી. બંને ઓપનરોએ અડધી સદી ફટકારી હતી. રોહિત 56 અને ગિલ 58 રન બનાવી આઉટ થયા હતા. વરસાદ આવ્યો ત્યારે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં 2 વિકેટ પર 147 રન હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news