Asia Cup Hockey: ભારતે ઇન્ડોશિયાને 16-0 થી આપી માત, પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર

ભારત અને ઇંડોનેશિયા વચ્ચે રમાયેલી આ મેચ ખૂબ રસપ્રદ રહી. ભારતે બીજી ક્વાર્ટર ખતમ થવા સુધી 6-0 થી લીડ બનાવી લીધી હતી. ત્યારબાદ ભારતે ત્રીજી અને ચોથા ક્વાર્ટરમાં ધમાકેદાર પ્રદર્શન કરી મેચ 16-0 થી જીતી લીધી. 

Asia Cup Hockey: ભારતે ઇન્ડોશિયાને 16-0 થી આપી માત, પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર

India vs Indonesia, Asia Cup Hockey 2022: ભારતીય હોલી ટીમે એશિયા કપ 2022 માં ઇન્ડોનેશિયાને 16-0 થી હરાવી સુપર 4 માટે ક્વાલિફાઇ કરી લીધા છે. ટીમ ઇન્ડીયાએ આ મેચમાં રેકોર્ડ જીત પ્રાપ્ત કરી. તો બીજી તરફ પાકિસ્તાની હોકી ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. આ મુકાબલા માટે ભારતીય ખેલાડી પવન રાજભરને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ મુલાબલા પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ 1-1 થી ડ્રો રહી હતી. જ્યારે ટીમ ઇન્ડીયાને જાપાને 2-5 થી હરાવી હતી. 

ભારત અને ઇંડોનેશિયા વચ્ચે રમાયેલી આ મેચ ખૂબ રસપ્રદ રહી. ભારતે બીજી ક્વાર્ટર ખતમ થવા સુધી 6-0 થી લીડ બનાવી લીધી હતી. ત્યારબાદ ભારતે ત્રીજી અને ચોથા ક્વાર્ટરમાં ધમાકેદાર પ્રદર્શન કરી મેચ 16-0 થી જીતી લીધી. 

— Hockey India (@TheHockeyIndia) May 26, 2022

આ મુકાબલોની મોટી હોકી વર્લ્ડકપ 2023 પર થવાની છે. અહીં મોતા અંતરથી જીત નોંધાવનાર ટીમ વર્લ્ડકપ માટે ક્વાલિફાઇ કરવાની હતી. જોકે ટીમ ઇન્ડીયાએ વર્લ્ડકપ 2023 માટે ક્વાલિફાઇ કરી લીધી છે. ભારત સાથે-સાથે જાપાન, કોરિયા અને મલેશિયા પણ વિશ્વકપ માટે ક્વાલિફાઇ કરી ચૂક્યા છે. પરંતુ પાકિસ્તાન બહાર થઇ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news