એશિયન ગેમ્સ હોકીઃ ભારતે શ્રીલંકાને 20-0થી પરાજય આપ્યો
ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી અને રૂપિંદર પાલ સિંહે પ્રથમ મિટિટમાં જ ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું હતું.
Trending Photos
જકાર્તાઃ વિશ્વની પાંચમાં નબંરની હોકી ટીમ ભારતે પોતાનું વિજય અભિયાન જાળવી રાખતા મંગળવારે અહીં 18મી એશિયન ગેમ્સના ગ્રુપ-એ મેચમાં શ્રીલંકાને 20-0થી હરાવી દીધું હતું. ભારત પહેલા જ સેમીફાઇનલમાં પહોંચી ગયું છે પરંતુ તેમછતાં આ મેચમાં પણ પોતાનું કમાલનું પ્રદર્શન જાળવી રાખ્યું હતું. ભારતીય ટીમ માટે આકાશદીપ સિંહે 6 ગોલ, રૂપિંદર પાલ સિંહ, હરમનપ્રીત અને મનદીપ સિંહે 3-3 ગોલ કર્યા હતા. આ સિવાય યૂપીના લલિત ઉપાધ્યાયે 2 જ્યારે દિલપ્રીત અને વિવેકે 1-1 ગોલ કર્યો હતો.
ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી અને રૂપિંદર પાલ સિંહે પ્રથમ મિટિટમાં જ ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું હતું. ત્યારબાદ ચાર મિનિટ પછી હરમનપ્રીતે ગોલ કરીને લીડ બમણી કરી દીધી. પછી આકાશદીપે કમાલ કર્યો અને 9મી, 11મી અને 17મી મિનિટે સતત ગોલ કરીને ભારતનો સ્કોર 5-0 કરી દીધો હતો. હરમનપ્રીતે 21મી અને પછી આકાશદીપે 22મી મિનિટમાં ગોલ કરીને હાઉ ટાઇમ સુધી ભારતને લીડ 7-0 કરી દીધી હતી. આકાશદીપ સિંહે હાફ ટાઇમ સુધીમાં 4 ગોલ કર્યા હતા.
અંતિમ 2 ક્વાર્ટરમાં 13 ગોલ
ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં ભારતે ધનાધન 7 ગોલ કર્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં વિવેક (31મી મિનિટ), આકાશદીપ સિંહ (32 અને 42મી મિનિટ), હરમનપ્રીત સિંહ (33 મિનિટ), મનદીપ સિંહ (35 અને 43મી મિનિટ) અને અમિત (38મી મિનિટ)માં ગોલ કર્યા હતા. અંતિમ ક્વાર્ટમાં પણ 6 ગોલ થયા હતા. રૂપિંદર પાલ સિંહ (52મી અને 53મી મિનિટ), દિલપ્રીત સિંહ (53મી મિનિટ), લલિત (57મી, 58મી મિનિટ) અને મનદીપ સિંહ (59મી મિનિટ)એ અંતિમ ક્વાર્ટરમાં ગોલ કર્યા હતા.
સેમીમાં ભારત
ભારતીય ટીમ આ પહેલા પોતાના ગ્રુપ મેચમાં સાઉથ કોરિયાને 5-3થી હરાવીને એશિયન ગેમ્સની સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. આ જીતની સાથે ભારત પાંચ મેચમાં પાંચ જીતની સાથે 15 પોઇન્ટ લઈને ગ્રુપ-એમાં ટોપ પર ચાલી રહ્યું છે. ભારતે આ પહેલા યજમાન ઈન્ડોનેશિયાને 17-0, હોંગકોંગને 26-0 અને જાપાનને 8-0થી હરાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે