હાર્દિક પટેલના ઉપવાસનો ચોથો દિવસ : ભારે રાજકીય હલચલ અને પોલીસનું મોટું પગલું

હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી ઉપવાસ આંદોલન પર ઉતર્યો છે

હાર્દિક પટેલના ઉપવાસનો ચોથો દિવસ : ભારે રાજકીય હલચલ અને પોલીસનું મોટું પગલું

અમદાવાદ : પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે ચોથો દિવસ છે. આજના દિવસે તેને મળવા પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રફુલ્લ પટેલ આવતા ભારે રાજકીય હલચલ સર્જાઈ હતી. આ સંજોગોમાં પોલીસે મધ્યપ્રદેશથી આવી રહેલા હાર્દિક સમર્થકોના મોટા કાફલાની અટકાયતનું મહત્વનું પગલું ભર્યું હતું. 

ઉપવાસના ચોથા દિવસે હાર્દિકને મળવા માટે NCPના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ આવ્યા હતા અને તેઓએ હાર્દિકને સમર્થન આપ્યું હતું.  આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા પ્રફુલ પટેલે કહ્યું કે, "હાર્દિક પટેલે ગુજરાતમાં ખેડૂતો, યુવાનો અને પાટીદાર માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે. હાર્દિકે છેલ્લા થોડા દિવસોથી લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. સરકારનું ધ્યાન દોરવાનું કામ કામ કર્યું છે. સરકારની નીતિઓ વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. હાર્દિક માટે મને અને મારી પાર્ટીને માન છે. હાર્દિક 25મી તારીખથી ખેડૂતો અને બેરોજગાર યુવાનો માટે ઉપવાસ પર બેઠો છે. મારી પાર્ટીનું સમર્થન આપવા માટે હું અહીં આવ્યો છું." આ સિવાય કાલાવાડના ધારાસભ્ય પ્રવીણ મૂછડીયા અને ગુર્જર આંદોલનકારી હિંમત સિંહ ગુર્જરે પણ હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું.

હાર્દિક પટેલના ઉપવાસનો આજે ચોથો દિવસ છે ત્યારે મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં લોકો સમર્થન માટે આવ્યા હતા પરંતુ વૈષ્ણોદેવી સર્કલ પાસે મધ્યપ્રદેશથી આવેલા લોકોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસના મોટા કાફલાએ લોકોની અટકાયત કરી હતી. હાર્દિક પટેલને સમર્થન આપવા માટે મધ્યપ્રદેશથી 40થી વધુ ગાડીએ આવી હતી પણ પોલીસે કડક હાથે કામ લીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news