Asian Games 2018: ટેબલ ટેનિસમાં ભારતે રચ્યો ઇતિહાસ

એશિયન ગેમ્સ 2018માં ભારતે ટેબલ ટેનિસમાં પહેલી વખત કોઇ મેડલ જીતી પોતાની હાજરીનો પુરાવો આપ્યો છે. 

Asian Games 2018: ટેબલ ટેનિસમાં ભારતે રચ્યો ઇતિહાસ

જાકાર્તા : ભારતે ટેબલ ટેનિસમાં ઐતિહાસિક રીતે પ્રથમ સિધ્ધિ હાંસલ કરી છે. ભારતની પુરૂષ ટેબલ ટેનિસની ટીમે 18મા એશિયન ગેમ્સમાં 10મા દિવસે મંગળવારે બ્રોન્ઝ મેડલ મેળવી ભારતને આ રમતમાં પ્રથમ મેડલ અપાવ્યો છે. 

ભારતીય પુરૂષ ટીમે સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે સ્પર્ધા થઇ હતી જેમાં દક્ષિણ કોરિયાની ટીમે 3-0થી માત આપી હતી. જેથી ભારતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પહેલી મેચમાં સાથિયાન ગનાશેખરને દક્ષિણ કોરિયાના ખેલાડી સાંગ્સુએ 11-9, 9-11.3-11, 3-11થી હાર આપી હતી. 

બીજી મેચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. અચંતા શરથ કમલને સિક યોંગ જિયોંગને 9-11, 9-11, 11-6, 11-7 અને 8-11થી હરાવ્યો હતો

Congratulations to the team of @sathiyantt,@sharathkamal1,@HarmeetDesai(3 #TOPSAthlete), @manavthakkar16 & #AnthonyAmalraj for winning a bronze medal in Men’s Team event.
It’s #India’s 1st ever #AsianGames medal in TT. #AsianGames2018⁠🇮🇳🏓🥉 pic.twitter.com/HY0WE54V1R

— SAIMedia (@Media_SAI) August 28, 2018

ભારતે ત્રીજી મેચમાં મળેલી હારથી ફાઇનલમાં જવાની મોટી તક ગુમાવી છે. ત્રીજી મેચમાં દક્ષિણ કોરિયાના વુજીન જાંગે એન્થોની અમલરાજને 11-5, 11-7, 4-11, 11-7થી હાર આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news