Asian Games 2018:રોવર દુષ્યંત ચૌહાણ, રોહિત કુમાર અને ભગવાન દાસે જીત્યા બ્રોન્ઝ મેડલ
ભારતીય રોૃવર દુષ્યંત ચૌહાણે પુરુષ લાઈટવેઈટ સિંગલ સ્કલ્સમાં બ્રોન્ઝ સાથે એશિયન ગેમ્સના 6ઠ્ઠા દિવસની શરૂઆત કરી છે. હવે ભારતના ફાળે 19 મેડલ થઈ ગયા છે. જેમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર, અને 11 બ્રોન્ઝ મેડલ સામેલ છે. રોઈંગમાં ભારતનો આ પહેલો મેડલ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રોવર દુષ્યંત ચૌહાણે પુરુષ લાઈટવેઈટ સિંગલ સ્કલ્સમાં બ્રોન્ઝ સાથે એશિયન ગેમ્સના 6ઠ્ઠા દિવસની શરૂઆત કરી છે. રોઈંગમાં ભારતનો આ પહેલો મેડલ છે. નૌકાયન સ્પર્ધામાં ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો. રોહિત કુમાર અને ભગવાન સિંહની જોડીએ લાઈટવેટ યુગલ સ્કલ્સ સ્પર્ધામાં ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો રોહિત અને ભગવાને 7 મિનિટ અને 04.61 સેકન્ડનો સમય લીધો હતો. આ સાથે ભારતના ખાતામાં 20 મેડલ થઈ ગયા છે. જેમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ છે.
અત્રે જણાવવાનું કે ભારતીય નૌકાયન દળ માટે એશિયન ગેમ્સમાં પાંચમો દિવસ ખુબ નિરાશાજનક રહ્યો. જેમાં તેઓ પુરુષ સિંગલ સ્કલ્સ અને ડબલ સ્કલ્સ જેવી સ્પર્ધાઓમાં ચાર પદકોથી ચૂકી ગયાં. સ્વર્ણ પદકના પ્રબળ દાવેદાર દત્તુ ભોકાનલથી સૌથી વધુ નિરાશા થઈ કારણ કે સિંગલ સ્કલ્સ ફાઈનલમાં તેઓ છઠ્ઠા અને અંતિમ સ્થાને રહ્યાં. તેમણે 8 મિનિટ 28.56 સેકન્ડનો સમય લીધો. તેઓ આ ખેલ અગાઉ સાત મિનિટનો સમય લેતા હતાં.
#AsianGames2018 Indian rower Dushyant wins bronze medal in Men's Lightweight Single Sculls pic.twitter.com/SU1a1rIEaU
— ANI (@ANI) August 24, 2018
તેમણે રેસની વચ્ચે જ જીતની આશા છોડી દીધી જેનાથી મુખ્ય કોચ ઈસ્માઈલ બેગ ખુબ નિરાશ હતાં. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ક્રમશ ચીન, કોરિયા અને જાપાને જીત્યાં. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે બે કિમીની રેસમાં શું ખોટું થઈ ગયું તો ભોકાનલે કહ્યું કે હું કોઈ બહાનું બનાવવા માંગતો નથી. તે મારી યોજના મુજબ થયું નહીં. હજુ મારી એક વધુ સ્પર્ધા બાકી છે.
ડબલ સ્કલ્સમાં પણ નિરાશા મળી. જેમાં સ્વર્ણ સિંહ અને ઓમ પ્રકાશ સ્વર્ણ પદક જીતવાના સૌથી પ્રબળ દાવેદાર ગણાતા હતાં. સ્વર્ણે 2014માં સિંગલ સ્કલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો તેમણે અને પ્રકાશે 1000 મીટરમાં 1.3 સેકન્ડથી લીડ મેળવી હતી.
પરંતુ ઉઝબેકિસ્તાન, ચીન અને થાઈલેન્ડે પોતાનું પ્રદર્શન સુધારતા ભારતીયોને અંતિમ 150 મીટરમાં પછાડી દીધા અને તેઓ ચોથા સ્થાને રહ્યાં. સ્વર્ણ અને પ્રકાશ બ્રોન્ઝ મેડલથી એક સેકન્ડ જ પાછળ રહ્યા ંહતાં. જ્યારે મલકીત સિંહ અને ગુરિન્દર સિંહ પુરુષ પેયરમાં જાપાનથી ખુબ ઓછા અંતરે બ્રોન્ઝથી ચૂક્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે