IND vs AUS Final: ફાઇનલમાં ટીમ ઇન્ડિયા કેમ હારી? જાણો ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારના 5 મોટા કારણો

Travis Head: ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો રહ્યો હતો.
 

IND vs AUS Final: ફાઇનલમાં ટીમ ઇન્ડિયા કેમ હારી? જાણો ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારના 5 મોટા કારણો

World Cup Final: વિશ્વકપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવી દીધુ છે. આ રીતે ભારતીય ટીમનું ત્રીજીવાર વિશ્વ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે. ઓસ્ટ્રેલિયાની સામે ભારતે 241 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ટ્રેવિસ હેડ રહ્યો, જેણે ફાઈનલમાં શાનદાર સદી ફટકારી હતી. તો માર્નસ લાબુશેન અડધી સદી ફટકારી અમનમ રહ્યો હતો. 

ટ્રેવિસ હેડ 120 બોલમાં 137 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 15 ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. તો લાબુશેન 110 બોલમાં 58 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં ચાર ફોર ફટકારી હતી. ટ્રેવિસ હેડ અને લાબુશેન વચ્ચે 192 રનની ભાગીદારી થઈ હતી. આવો ટીમ ઈન્ડિયાની હારના પાંચ કારણો પર નજર કરીએ.

ખરાબ ફીલ્ડિંગ અને રનઆઉટની તક ગુમાવી
ભારતીય બેટરો માત્ર 240 રન બનાવી શક્યા હતા. તેવામાં ભારતીય ફીલ્ડરો પાસે સારી ફીલ્ડિંગની આશા હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ફીલ્ડરોએ મહત્વના સમયે નિરાશ કર્યાં. ભારતીય ફીલ્ડરોએ રનઆઉટની તક ગુમાવી. એટલે ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો.

બોલરોનું ખરાબ પ્રદર્શન
આ વિશ્વકપમાં ભારતીય બોલરોએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. પરંતુ ફાઈનલ જેવી મહત્વની મેચમાં ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયા સામે ફ્લોપ સાબિત થયા હતા. જસપ્રીત બુમરાહ સિવાય મોહમ્મદ શમી, સિરાજ, જાડેજા અને કુલદીપ મહત્વના સમયે વિકેટ લઈ શક્યા નહીં. 

બેટરોએ કર્યા નિરાશ
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ નિયમિત સમયે વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ શાનદાર બોલિંગ કરી, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટરોએ મહત્વના સમયે પોતાની વિકેટ ફેંકી. ટીમ ઈન્ડિયા માટે માત્ર બે બેટરોએ અડધી સદી ફટકારી હતી. 

ભારતીય બોલરોએ આપ્યા એક્સ્ટ્રા રન
ભારતીય બોલરોએ ખુબ એક્સ્ટ્રા રન આપ્યા હતા. શરૂઆતમાં જ વાઉડમાં પણ ચોગ્ગા જતા ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત મળી. ટીમ ઈન્ડિયા ખરાબ લાઇન લેંથ પર બોલિંગ કરી રહી હતી, જેનો ફાયદો ઓસ્ટ્રેલિયાને થયો હતો. 

ટ્રેવિસ હેડે આશા પર પાણી ફેરવી દીધુ
ભારતના 240 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાના 3 બેટર 48 રનમાં આઉટ થઈ ગયા હતા, પરંતુ ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી ભારતની જીત પર પાણી ફેરવી દીધુ હતું. હેડ અને લાબુશેન વચ્ચે 192 રનની ભાગીદારી થઈ હતી. આ બંનેએ ભારતની વાપસીના દરવાજા બંધ કરી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news