સ્મિથ-વોર્નર પર લાગી શકે છે 1 વર્ષનો પ્રતિબંધ, બંનેને થશે કરોડોનું નુકસાન

દક્ષિણ આફ્રીકામાં બોલ ટેમ્પરિંગ બાદ ટીકાના ઘેરાવામાં આવેલા ઓસ્ટ્રેલિયાની ટીમના બે ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર જે પ્રકારે દબાણ છે, તેને જોતાં દાવા કરવામાં આવી રહ્યાં છે 

સ્મિથ-વોર્નર પર લાગી શકે છે 1 વર્ષનો પ્રતિબંધ, બંનેને થશે કરોડોનું નુકસાન

નવી દિલ્હી: દક્ષિણ આફ્રીકામાં બોલ ટેમ્પરિંગ બાદ ટીકાના ઘેરાવામાં આવેલા ઓસ્ટ્રેલિયાની ટીમના બે ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર જે પ્રકારે દબાણ છે, તેને જોતાં દાવા કરવામાં આવી રહ્યાં છે કે બંનેને એક વર્ષ માટે ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. જો આમ થયું તો ઓસ્ટ્રેલિયાઇ ટીમ માટે એક મોટો આંચકો હશે. આ બંને ક્રિકેટર હાલ કાંગારૂ ટીમના સ્તંભ છે. જો આ બંને એક વર્ષ માટે બહાર થશે તો ટીમ વિખેરાઇ જશે. 

આ ઘટનાક્રમ બાદ ટીમના કોચ ડેરેન લેહમેન રાજીનામું આપી શકે છે. પરંતુ જો ફક્ત સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાત કરીએ તો આ બંને પર જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાઇ એક વર્ષનો પ્રતિબંધ લગાવે છે, તો તેમને મોટું નુકસાન થશે. એક વર્ષના પ્રતિબંધ બાદ તેમની રમત અને સન્માનને નુકસાન થશે, આ ઉપરાંત બંનેને આર્થિક રીતે મોટો આંચકો લાગી શકે છે. 

માનવામાં આવી રહ્યું છે કે એક વર્ષના પ્રતિબંધથી બંનેને લગભગ 20-20 કરોડનો ફટકો લાગી શકે છે. તેમાં પણ તેમના બ્રાંડ્સ અને કોર્મશિયલ વડે થનારી આવક સામેલ છે. આવો હવે જણાવીએ કે આ બંનેને કેવી રીતે થશે નુકસાન.

સ્ટીવ સ્મિથ આખી દુનિયામાં સૌથી વધુ ફી લેનાર કેપ્ટન છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ સૌથી મોંઘા ખેલાડી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે કરાર મુજબ તેમને 10 લાખ 50 હજાર ડોલર મળે છે. તો બીજી તરફ ડેવિડ વોર્નરને 8 લાખ 10 હજાર ડોલર મળે છે. આઇપીએલમાં સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સે 12 કરોડમાં રિટેન કર્યો હતો. તો બીજી તરફ ડેવિડ વોર્નરને હૈદ્વાબાદની ટીમે 12.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

બંને ખેલાડીઓને મેચ ફીનાઆધારે આંકીએ તો તેમને 3.7 લાખ ડોલર મળે છે. બિગ બૈશ લીગની રકમને પણ એડ કરીએ તો બંને ખેલાડીઓને એક વર્ષમાં 20 કરોડની કિંમત મળે છે. તેમાં તેમને એડ અને કોમર્શિયલ આવક સામેલ નથી. એક વર્ષના કાર્યક્રમ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયાને 13 ટેસ્ટ, 24 વન ડે મેચ અને 5 ટી 20 મેચ રમવાની છે. તેમાંથી આ ખેલાડીઓને બહાર રહેવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news