BCCI Central Contract: કોને મળશે કેટલા રૂપિયા? જાણો કોને મળ્યું પ્રમોશન, કોના ખિસ્સા કપાયા

BCCI Central Contract: BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના સહિત 3 ખેલાડીઓ ગ્રેડ Aમાં છે, પરંતુ 2 ખેલાડીઓ સૌથી મોટા કરારમાંથી બહાર થઈ ગઈ છે.

BCCI Central Contract: કોને મળશે કેટલા રૂપિયા? જાણો કોને મળ્યું પ્રમોશન, કોના ખિસ્સા કપાયા

BCCI Central Contract: BCCIએ ભારતની સીનિયર મહિલા ટીમના વાર્ષિક કરારની જાહેરાત કરી છે. સૌથી મોટો કોન્ટ્રાક્ટ એ ગ્રેડનો છે. જેમાં બોર્ડે કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ વખતે બોર્ડના સૌથી મોટા કોન્ટ્રાક્ટમાં 5ને બદલે માત્ર 3 ખેલાડીઓ છે. બોલર પૂનમ યાદવ અને રાજેશ્વરી ગાયકવાડ આ વર્ષના સૌથી મોટા કરારમાંથી બહાર થઈ ગયા છે.

BCCIના A ગ્રેડમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને યથાવત રાખવામાં આવ્યા છે. A શ્રેણીની મહિલા ક્રિકેટરોને વાર્ષિક 50 લાખ રૂપિયા મળે છે. ગાયકવાડ અને પૂનમને ડિમોટ કરવામાં આવ્યા છે. ગાયકવાડ A થી B માં સરકી ગયા. જ્યારે પૂનમ પોતે કોન્ટ્રાક્ટમાંથી બહાર છે.

ગાયકવાડનું ડિમોશન-
બી કેટેગરીના ખેલાડીઓને 30 લાખ રૂપિયા અને સી કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 10 લાખ રૂપિયા મળે છે. રેણુકા સિંહ ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, રિચા ઘોષ અને રાજેશ્વરી ગાયકવાડ સહિત 5 ખેલાડીઓને બી કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ શ્રેણીમાં માત્ર શેફાલી જ અકબંધ છે. જ્યારે જેમિમા અને રિચાને પ્રમોટ કરવામાં આવ્યા છે. જે અગાઉના કોન્ટ્રાક્ટમાં સી ગ્રેડમાં હતા. રેણુકાને પ્રથમ વખત કોન્ટ્રાક્ટ મળ્યો છે.

સી કેટેગરીમાં 9 ખેલાડીઓ-
બીસીસીઆઈની સી કેટેગરીમાં મેઘના સિંહ, દેવિકા વૈદ્ય, સબીનેની મેઘના, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, રાધા યાદવ, હરલીન દેઓલ અને યસ્તિકા ભાટિયા સહિત 9 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પૂજા પણ B થી C માં સરકી ગઈ. પૂનમ રાઉત સીમાંથી સીધી બહાર છે. હરલીન, સ્નેહ આ ગ્રેડમાં પોતાનો દબદબો જાળવી શકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news