Boxer Died in Live Match: Live મેચ દરમિયાન બોક્સરને અચાનક આવ્યો હાર્ટ એટેક અને રિંગમાં થયુ મોત

Boxer Died: બોક્સિંગની દુનિયાથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. જર્મનીના જાણીતા બોક્સર મૂસા યમકને લાઇવ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા રિંગમાં તેનું નિધન થયુ હતું. 

Boxer Died in Live Match: Live મેચ દરમિયાન બોક્સરને અચાનક આવ્યો હાર્ટ એટેક અને રિંગમાં થયુ મોત

નવી દિલ્હીઃ ક્યારેક સ્પોર્ટ્સ ઈવેન્ટ દરમિયાન એવી ઘટના બની જાય કે સમગ્ર વિશ્વ હચમચી જતુ હોય છે. આવી એક ઘટના સામે આવી છે. જર્મનીના જાણીતા બોક્સર મૂસા યમકે લાઇવ મેચ દરમિયાન પોતાનો જીવ ગુમાવી દીધો. રમત જગત માટે આ ચોંકાવનારી વાત છે. મહત્વનું છે કે આ બોક્સર પોતાના કરિયરમાં એકપણ ફાઇટ હાર્યો નથી અને તેણે પોતાના તમામ મુકાબલા નોકઆઉટ દ્વારા જીત્યા હતા. 

લાઇવ મેચમાં બોક્સરે ગુમાવ્યો જીવ
બોક્સર મૂસા યમકના મોતના કારણે તમામને હચમચાવી નાખ્યા છે. મૂસાનું મોત વધુ મારા ખાવાથી નહીં પરંતુ હાર્ટ એટેકને કારણે થયુ છે. મૂસા 38 વર્ષનો હતો અને તેને 14 મેએ એક મેચ દરમિયાન હાર્ટ એટેક આપ્યો હતો. આ બોક્સર વિશ્વભરમાં પ્રસિદ્ધ હતો અને તેણે ઘણા ટાઇટલ જીત્યા છે. 

Undefeated Turkish-German boxer Musa Yamak collapsed as he tried to come out for the 3rd round of his 9th professional bout near Munich, Germany. pic.twitter.com/RSzeDO6s9J

— 🍊Nikos 🇨🇾🇬🇷🇬🇧 (@CyprusNik) May 17, 2022

વીડિયો થયો વાયરલ
મૂસાના મોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાના હરીફ બોક્સર સામે લડતા-લડતા તે અચાનક પડી જાય છે. થોડીવારમાં રિંગમાં અન્ય લોકો આવી જાય છે અને મૂસાને સારવાર માટે લઈ જવામાં આવે છે. પરંતુ સમાચાર આવ્યા કે આ ચેમ્પિયન બોક્સરનો જીવ બચી શક્યો નહીં. 

રિંગમાં લીધો અંતિમ શ્વાસ
હકીકતમાં યુરોપિયન ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપ વિજેતા બોક્સર મૂસા અને યુગાન્ડાના હમઝા વાનડેરા વચ્ચે એક મુકાબલો ચાલી રહ્યો હતો. આ દરમિયાન બીજા રાઉન્ડમાં મૂસને વાનડેરાએ એક જોરદાર પંચ માર્યો. ત્યારબાદ ત્રીજા રાઉન્ડ પહેલા મૂસા રિંગમાં પડી ગયો અને પછી ઉઠી શક્યો નહીં. ત્યાં હાજર મેચ ઓફિશિયલ તત્કાલ રિંગમાં પહોંચ્યા અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરંતુ આ બોક્સરનો જીવ બચાવી શકાયો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news