IPL 2022 Final ના સમયમાં ફેરફાર, સાંજે 7.30 નહીં આટલા વાગે શરૂ થશે મુકાબલો

IPL 2022 final Closing Ceremony: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022નો ફાઇનલ મુકાબલો 29 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈએ આ મેચના સમયમાં ફેરફાર કર્યો છે. 

IPL 2022 Final ના સમયમાં ફેરફાર, સાંજે 7.30 નહીં આટલા વાગે શરૂ થશે મુકાબલો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનના તમામ મુકાબલા ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થઈ રહ્યાં છે. પરંતુ હવે ફાઇનલ મેચના સમયમાં ફેરફાર જોવા મળશે. ફાઇનલ મુકાબલો સાંજે 7.30 કલાકની જગ્યાએ રાત્રે 8 કલાકે શરૂ થશે. 

ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે સમાપન સમારોહ, જેમાં બોલીવુડ હસ્તિઓ સામેલ છે, જે સાંજે 6.30 કલાકે શરૂ થશે અને 50 મિનિટ ચાલશે. ટોસ સાંજે 7.30 કલાકે થશે અને મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે આગામી સીઝનની મેચ રાત્રે 8 કલાકે થશે. આ પહેલા 2008થી 2017 સુધી આઈપીએલ મેચો રાત્રે 8 કલાકે શરૂ થતી હતી. 

ચાર વર્ષ બાદ રમાશે ક્લોઝિંગ સેરેમની
2019માં પુલવામા હુમલા બાદ સીઆરપીએફ જવાનોના શહીદોની સન્માનમાં આઈપીએલ સમાપન સમારોહ રદ્દ કરવામાં આવ્યો હતો. તો 2020 અને 2021માં કોરોનાને કારણે કોઈ સમારોહનું આયોજન થઈ શક્યુ નહીં. હવે વર્ષ 2018 બાદ પ્રથમવાર 2022માં ફેન્સને ક્લોઝિંગ સેરેમની જોવા મળશે. 

આઈપીએલ ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવુડ હસ્તિઓનો જલવો જોવા મળતો હતો. તેને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક પ્રશાસકોની સમિતિએ ત્રણ વર્ષ માટે બંધ કરી દીધી હતી. આ વર્ષે પણ 26 માર્ચે ટૂર્નામેન્ટની શરૂઆતમાં કોઈ ઉદ્ઘાટન સમારોહ જોવા મળ્યો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news