IPL 2018: શેન વોટસની સદી, ચેન્નઈ સુપર કિંગ્સ ત્રીજીવાર આઈપીએલમાં ચેમ્પિયન

આઈપીએલની 11મી સીઝનના ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજીવખત આઈપીએલમાં વિજેતા બન્યું છે.

 IPL 2018: શેન વોટસની સદી, ચેન્નઈ સુપર કિંગ્સ ત્રીજીવાર આઈપીએલમાં ચેમ્પિયન

મુંબઈઃ શેન વોટસનની શાનદાર સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલ-2018નું ટાઇટલ જીતી લીધું છે. ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011 બાદ ત્રીજીવાર આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. હૈદરાબાદે ચેન્નઈને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચેન્નઈએ 2 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. વોટસને 50 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. આઈપીએલની એક સીઝનમાં બે સદી ફટકારનાર વોટસન ચોથો બેટ્સમેન બની ગયો છે. આ સાથે આઈપીએલના ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વોટસન 57 બોલમાં 11 ફોર અને 8 સિક્સની મદદથી 117 રન બનાવી અણનમ રહ્યો હતો. 

આ પહેલા હૈદરાબાદે શરૂઆત 4 ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી અને માત્ર 16 રન આપીને ચેન્નઈની એક વિકેટ ઝડપી હતી. ભુવીએ પોતાની બે ઓવરમાં પ્રથમ 10 બોલ ખાલી કાઢ્યા હતા. શેન વોટસને 11માં બોલમાં પોતાનું ખાતુ ખોલ્યું હતું. આ વચ્ચે ચેન્નઈ માટે ગત મેચનો હિરો ફાફ ડુ પ્લેસિસ (10) આઉટ થયો હતો. સંદીપ શર્માને આ સફળતા મળી હતી. 

— Chennai Super Kings (@ChennaiIPL) May 27, 2018

પરંતુ ભુવી અને સંદીપ શર્મા દ્વારા બનાવેલા દબાવને બીજા બોલર્સો બનાવી રાખવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઈનિંગમાં 11માં બોલે પોતાનું ખાતુ ખોલનાર વોટસને 33 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી લીધી હતી. રૈના અને વોટસને બીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 133 રન હતો ત્યારે રૈના બ્રેથવેટની બોલિંગમાં આઉટ થયો હતો. રૈનાએ 24 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 32 રન બનાવ્યા હતા. 

આઈપીએલની ફાઇનલમાં યૂસુફ પઠાણની શાનદાર ઈનિંગની મદદથી હૈદરાબાદે ચેન્નઈને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈનિંગની 13મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા યૂસુફે મહત્વની મેચમાં 25 બોલ પર 45 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 2 સિક્સ અને ચાર ફોર ફટકારી હતી. બીજી તરફ અંતિમ ઓવરોમાં બ્રેથવેટ 11 બોલમાં 3 સિક્સની મદદથી 21 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી જાડેજા, કર્ણ શર્મા, લુંગી એન્ગિડી, ડ્વેન બ્રાવો અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી. 

— IndianPremierLeague (@IPL) May 27, 2018

આ પહેલા ચેન્નઈએ ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. SRHની શરૂઆત  ખરાબ રહી અને મેચની બીજી ઓવરમાં શ્રીવત્સ ગોસ્વામી (5) રન આઉટ થયો. ગોસ્વામી બે રન લેવાના પ્રયાસમાં  કર્ણ શર્માના થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. 

પ્રથમ વિકેટ પડ્યા બાદ કેપ્ટન કેન વિલિયમસને શિખર ધનન સાથે મળીને 51 રનની ભાગીદારી કરી. બંન્નેએ ટીમનો  સ્કોર 64 રન પર પહોંચાડ્યો હતો. ત્યારે ધોનીએ જાડેજાને બોલ આપ્યો અને જાડેજાએ પ્રથમ ઓવરમાં શિખર ધવન  (26) રને બોલ્ડ કરી દીધો. કુલ 64 રનના સ્કોરે હૈદરાબાદની બીજી વિકેટ પડી હતી. ધવને 26 રન બનાવવા માટે 25  બોલનો સામનો કર્યો હતો, જેમાં 2 ફોર અને એક સિક્સ સામેલ છે. 

ત્રીજી વિકેટ માટે કેન વિલિયમસનની સાથ આપવા માટે શાકિબ અલ હસન આવ્યો અને તેણે ઝડપી રન બનાવવાનું  શરૂ કર્યું. બંન્નેએ ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો. આ વચ્ચે વિલિયમસન (47) કર્ણ શર્માની બોલિંગમાં  સ્ટંમ્પ આઉટ થયો હતો. કેને 36 બોલમાં 5 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. 

આ મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ચેન્નઈએ ટીમમાં એક ફેરફાર  કર્યો હતો. હરભજનની જગ્યાએ ટીમમાં કર્ણ શર્માને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે હૈદરાબાદની ટીમમાં બે ફેરફાર  થયા છે. સાહાની જહ્યાએ શ્રીવત્સ ગોસ્વામી અને ખલીમ અહમદના સ્થાને સંદીપ શર્માની વાપસી થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news