કર્ણાટકમાં વિભાગોની વહેંચણીમાં ફરી વિઘ્ન: સોનિયા-રાહુલ વિદેશયાત્રાએ

સોનિયા ગાંધી સ્વાસ્થયની તપાસ માટે પોતનાં પુત્ર રાહુલ ગાંધીની સાથે રવિવારે વિદેશ યાત્રાએ રવાના થયા હતા

કર્ણાટકમાં વિભાગોની વહેંચણીમાં ફરી વિઘ્ન: સોનિયા-રાહુલ વિદેશયાત્રાએ

નવી દિલ્હી : કર્ણાટકમાં હાલમાં શપથ લેનાર જેડીએસ- કોંગ્રેસ સરકારમાં વિભાગોની વહેંચણીમાં સમય લાગી શકે છે કારણ કે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાનાં પુત્ર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વિદેશ યાત્રા પર જઇ રહ્યા છે. સુત્રો અનુસાર વિભાગોની વહેંચણી અંગે નિર્ણય કરવાની બેઠકને એક અઠવાડીયા માટે ટાળી દેવામાં આવ્યા છે કારણ કે સોનિયા ગાંધી સ્વાસ્થયની તપાસ માટે પોતાનાં પુત્ર સાથે રવિવારે રાત્રે વિદેશ યાત્રા પર જવા રવાનાં થયા હતા. 

સુત્રોમાંથી એક વ્યક્તિએ કહ્યું કે, ચાર-પાંચ જુને બેઠક યોજાય તેવી શક્યતા છે. કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે ગૃહ,નાણા, લોકનિર્માણ વિભાગ અને ઉર્જા તથા સિંચાઇ અને શહેરી વિકાસ જેવા મહત્વનાં વિભાગો મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ તેની રાહ જોઇ રહી છે કે જેડીએસ વિભાગોની પોતાી યાદીની સાથે સામે આવ્યા છે. 

વિભાગોની વહેંચણી અંગે કેટલાક પ્રશ્નો છે: કુમારસ્વામી
શનિવારે જેડીએસ નેતા અને મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ સ્વીકાર કર્યો હતો કે ગઠબંધનનાં ભાગીદારી સાથે વિભાગોએ વહેંચણી મુદ્દે કેટલાક મુદ્દાઓ છે. ગત્ત 23 મેનાં રોજ કુમારસ્વામીએ મુખ્યમંત્રી કોંગ્રેસનાં જી.પરમેશ્વસે ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. આ પહેલા જ નિર્ણય થઇ ચુક્યો છે કોંગ્રેસનાં 21 મંત્રીઓ અને જેડીએસનાં 11 મંત્રીઓ હશે. સુત્રોએ કહ્યું કે, કોંગ્રેસે નાણા વિભાગની માંગ કરી છે કારણ કે રાજ્યમાં પુર્વવર્તી ગઠબંધન સરકારો 2004-2006ની સાથે જ 2006-2008માં આ વિભાગ ઉપમુખ્યમંત્રી હોય તેની પાસે જ ગયું છે. એવી પણ ચર્ચા અને માંગ છે કે પાર્ટીને કેબિનેટમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવો જોઇએ.કર્ણાટકનાં પુર્વમુખ્યમંત્રી સિદ્ધરમૈયા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હતા અને તેમણે મંત્રીપદનાં દેવાદારો સાથે વાતચીત કરી હતી. 

સોમવારે વડાપ્રધાન સાથે મુલાકાત કરી શકે છે કુમારસ્વામી
કુમારસ્વામીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની સંભાવના છે. શનિવારે કોંગ્રેસ અધ્યક્ષે પ્રદેશનાં વરિષ્ઠ પાર્ટી નેતાઓની સાથે વિભાગની વહેંચણી મુદ્દે પહેલા દોરની ચર્ચા કરી હતી પરંતુ બેઠકમાં કોઇ નિર્ણય ન થઇ સકે. બેઠકમાં સિદ્ધારમૈયા, પરમેશ્વર, મલ્લિકાર્જુન ખડગે અને ડી.કે શિવકુમાર તથા પ્રદેશ પાર્ટી પ્રભારી કે.સી વેણુગોપાલ હાજર હતા. 
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધમાં દરારનાં મુદ્દે પુછાયેલા સવાલ અંગે કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, જ્યા આંતરિક લોકશાહી હોય છે ભાગીદારીનો મુદ્દો ઉઠાવવાનો અધિકાર છે અને તેને દરાર કહી શકાય નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news