વર્લ્ડ કપ 2019: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ પહેલા ફિટ થઈ જશે ગેલ-રસેલઃ હોલ્ડર

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે આશા વ્યક્ત કરી કે આ જીત (શુક્રવાર) અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી મેચ વચ્ચે પાંચ દિવસ સમય ઈજામાંથી સ્વસ્થ થવા માટે પર્યાપ્ત છે. 
 

વર્લ્ડ કપ 2019: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ પહેલા ફિટ થઈ જશે ગેલ-રસેલઃ હોલ્ડર

નોટિંઘમઃ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ઓપનર ક્રિસ ગેલ અને આંદ્રે રસેલની ફિટનેસ ચિંતા દૂર કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરૂવારે ટીમના વિશ્વકપની બીજી મેચ પહેલા બંન્ને ફિટ થઈ જશે. પાકિસ્તાન વિરુદ્ધ શુક્રવારે ટીમના પ્રથમ મેચમાં ગેલે 33 બોલમાં અડધી સદી ફટકારીને ટીમને 7 વિકેટે વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

આ દરમિયાન તેણે 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. વિશ્વકપમાં તેણે અત્યાર સુધી સૌથી 40 છગ્ગા ફટકાર્યા છે. તેને રન દોડવામાં મુશ્કેલી થઈ રહી હતી અને આઉટ થયા બાદ પેવેલિયન જતા સમયે તે મુશ્કેલી સાથે ચાલી રહ્યો હતો. 

હોલ્ડરે આશા વ્યક્ત કરી કે આ જીત (શુક્રવાર) અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી મેચ વચ્ચે પાંચ દિવસનો સમય છે અને તે સ્વસ્થ થવા યોગ્ય રહેશે. મેચમાં શોર્ટ પિચ બોલનો શાનદાર રીતે ઉપયોગ કરીને બે વિકેટ ઝડપનારા રસેલે પણ ઘુંટણની ઈજામાંથી સ્વસ્થ થઈ જશે. તેણે કહ્યું, મારા ઘુંટણની પાસે યોગ્ય થવા માટે ઘણો સમય છે અને તે સામાન્ય થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news