રાજકોટ: PM મોદીની 1000થી પણ વધુ તસવીરોનું મેગા એક્ઝિબિશન, 2 સેન્ટીમીટરનું સ્ટેચ્યું બન્યું આકર્ષણનું કેન્દ્ર
દેશમાં બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ રાજકોટ ખાતે પ્રધાનમંત્રીના ફોટોગ્રાફ્સનું મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આજ થી ૩ દિવસ ચાલનાર પ્રધાનમંત્રીની તસ્વીરના આ મેગા એક્ઝિબિશનમાં દેશભરના 200 જેટલા કલાકારોએ ભાગ લીધો છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: દેશમાં બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ રાજકોટ ખાતે પ્રધાનમંત્રીના ફોટોગ્રાફ્સનું મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આજ થી ૩ દિવસ ચાલનાર પ્રધાનમંત્રીની તસ્વીરના આ મેગા એક્ઝિબિશનમાં દેશભરના 200 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. જેમાં 1000 જેટલી પ્રધાનમંત્રીની તસ્વીર પ્રદર્શનમાં મુકવામાં આવી છે. એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રીની અનેક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. મોરબીના કલાકારે ૨ સેન્ટીમીટરના ચોકમાં પ્રધાનમંત્રીનું સ્ટેચ્યુ તૈયાર કર્યું છે.
જુઓ એક્ઝિબિશનનો વીડિયો...
લોકસભા 2019ની ચૂંટણીમાં બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી સતત બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારે દેશમાં પ્રથમ વખત રાજકોટની શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીરનું મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.. તારીખ 1 થી 3 જૂન સુધી ચાલનાર એક્ઝિબિશનમાં દેશભરમાંથી 200 જેટલા કલાકારો ભાગ લેવા આવી પહોચ્યા છે અને પ્રધાનમંત્રીની 1000થી વધુ અલગ અલગ ક્લારૂપી તસ્વીરો પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાનપણથી અત્યાર સુધીની તસ્વીરો મુકવામાં આવી છે જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર કોઈ હોય તો એ માત્ર ૨ સેન્ટીમીટરનું સ્ટેચ્યુ છે. આ સ્ટેચ્યુ એટલા માટે આકર્ષણ નું કેન્દ્ર છે કારણ કે , મોરબીના એક કલાકારે માત્ર ૨ સેન્ટીમીટરના ચોકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ તૈયાર કર્યું છે અને તે આજે પ્રદર્શનમાં લોકો સમક્ષ નિહાળવા મુકવામાં આવેલ છે.
કેવી રીતે બનાવ્યું ચોકમાં પ્રધાનમંત્રીનું સ્ટેચ્યુ
મોરબીમાં રહેતા અને સામાન્ય પરિવારથી આવતા કમલેશભાઈ નગવાડીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક છે અને તેઓ અલગ અલગ સ્કલ્પચર બનાવવામાં માહિર છે. ત્યારે દેશમાં બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ચોકમાં પ્રધાનમંત્રીનું સ્ટેચ્યુ બનાવવાનો વિચાર કમલેશભાઈને આવ્યો હતો. ઝીણી સોય અને સફેદ ચોકનો ઉપયોગ કરી બે દિવસની ભારે મહેનત બાદ પ્રધાનમંત્રીનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. આ અગાઉ કમલેશભાઈ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાના મોટા અનેક સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવેલ છે પરંતુ સૌથી વધુ આકર્ષિત આ ચોકમાંથી બનાવેલ નાનું એવું ૨ સેન્ટીમીટરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ છે.
રાજકોટમાં આજથી શરુ થયેલા અને 5 દિવસ સુધી ચાલનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીરનું મેગા એક્ઝિબિશન નિહાળવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરી સૌથી વધુ યુવાનો આ એક્ઝિબિશન નિહાળવા આવી રહ્યા છે અને પ્રધાનમંત્રીની તસ્વીર સાથે સેલ્ફી લઇ રહ્યા છે.. યુવાનોનું માનવું છે કે 5 વર્ષ સુધી પ્રધાનમંત્રીએ ખુબ સારું કામ કર્યું છે અને દેશનું નામ રોશન કર્યું છે તેમજ આગળ પણ ખુબ સારા કામ મોદી સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં આ એક્ઝિબિશન યોજાયું તે ખુશી ની વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજકોટનો નાતો જુનો અને કઈંક અલગ છે. નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત રાજકોટથી કરી હતી અને રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી હતી અને આજે સતત બીજી વખત પ્રધાનમંત્રી બનતા રાજકોટવાસીઓમાં કઈંક અલગ ખુશી જોવા મળી રહી છે અને માટે આ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આ એક્ઝિબિશનમાં એક સાથે આટલા કલાકારોએ તૈયાર કરેલ પ્રધાનમંત્રીની 1000 થી વધુ તસ્વીર એકસાથે એક જગ્યા પર પ્રદર્શિત કરાતા ગ્લોબલ રેકોર્ડ્સ, એશિયા પેસિફિક રેકોર્ડ અને નેશનલ રેકોર્ડ એમ કુલ ૩ રેકોર્ડ પ્રાપ્ત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે