બીસીસીઆઈમાંથી 'ત્રિમૂર્તિ'ને હટાવવાની તૈયારી, સીઓએ કરી શકે છે કાર્યવાહી

બેઠકમાં 3 વર્તમાન માનદ પદાધિકારીઓનું ભવિષ્ય અને ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન મહિલા ટી20ના પ્રદર્શની મેચ કરાવવા પર ચર્ચા થશે. 

 

 બીસીસીઆઈમાંથી 'ત્રિમૂર્તિ'ને હટાવવાની તૈયારી, સીઓએ કરી શકે છે કાર્યવાહી

નવી દિલ્હીઃ પ્રશાસનની તમિતિ (સીઓએ)ની મુંબઈ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. જેમાં ત્રણ વર્તમાન માનદ પદાધિકારીઓનું ભવિષ્ય અને આઈપીએલ દરમિયાન મહિલા ટી20 પ્રદર્શની મેચ સામેલ છે. સંભાવના છે કે સમિતિ આગામી સ્થિતિ રિપોર્ટ પર ચર્ચા કરી શકે છે જે રિપોર્ટ સુપ્રીમ કોર્ટેને સોંપવાનો છે. જો સમિતિ વધુ એક રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપશે તો આ તેનો સાતમો રિપોર્ટ હશે. 

તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સીઓએ ત્રણ મુખ્ય પદાધિકારીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીની ભલામણ કરી શકે છે, જેમાં કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના, કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી અને કાર્યવાહક કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી સામેલ છે. 

બીસીસીઆઈના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શર્તે જણાવ્યું કે, સંભાવના છે કે સીઓએ ત્રણેયને તેના પદ પરથી દૂર કરવાની ભલામણ કરી શકે છે, કેમ કે આ ત્રણેયનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચુક્યા છે. ખન્ના ઉપાધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષના રૂપમાં, અનિરૂદ્ધ કોષાધ્યક્ષ અને અમિતાભ ચૌધરી સચિવ અને કાર્યકારી સચિવના રૂપમાં. સીઓએ અને પદાધિકારીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કામ કરવા અને સંબંધોમાં તિરાડ ઉભી થઈ છે અને બંન્ને વચ્ચે પરસ્પર વિશ્વાસ કે સન્માન નથી. 

જાણવા મળ્યું કે ક્રિકેટ સંચાલન મેનેજર સબા કરીમ, આઈપીએલ સીઓઓ હેમંગ અમીન અને સીએફઓ સંતોશ  રાંગનેકરને પણ આઈપીએલ ટીમ માલિકોની નાણાંકિય કાર્યશાળા અને અન્ય રૂપરેખાની ચર્ચા માટે બેઠકમાં ભાગ લેવા માટે કહેવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news