રંગાસ્વામી અને ગાયકવાડ સામે હિતોના ટકરાવનો મામલો રદ્દ, કપિલ દેવ પર નિર્ણય બાકી

જૈને રવિવારે કહ્યું, 'કારણ કે તે (ગાયકવાડ અને રંગાસ્વામી) પોતાના પદથી રાજીનામું આપી ચુક્યા છે તેથી ફરિયાદને રદ્દ કરી દેવામાં આવી છે. કપિલ મામલામાં ફરિયાદીને અરજી આપવા માટે વધુ સમય જોઈએ, મેં તેને સમય આપી દીધો છે.'  

Updated By: Dec 29, 2019, 04:25 PM IST
 રંગાસ્વામી અને ગાયકવાડ સામે હિતોના ટકરાવનો મામલો રદ્દ, કપિલ દેવ પર નિર્ણય બાકી

નવી દિલ્હીઃ બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડીકે જૈને પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્ય શાંતા રંગાસ્વામી અને અંશુમાન ગાયકવાડ(rangaswamy gaikwad) વિરુદ્ધ દાખલ હિતોના ટકરાવની (conflict of interest) ફરિયાદને નકારી દીધી જ્યારે કપિલ દેવ મામલા પર હજુ કોઈ નિર્ણય થયો નથી. 

જૈને રંગાસ્વામી, ગાયકવાડ અને કપિલને 37 અને 28 ડિસેમ્બરે તેમની સમક્ષ રજૂ થવાની નોટિસ આપી હતી. પરંતુ ત્રણેય પહેલાજ સીએસીમાંથી રાજીનામું આપી ચુક્યા છે. જૈને આ નોટિસ મધ્યપ્રદેશ ક્રિકેટ ઓસોસિએશન (એમપીસીએ)ના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ પર પાઠવી હતી. 

ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે સીએસી સભ્યો એક સાથે ઘણી ભૂમિકા નિભાવી રહ્યાં છે જ્યારે બીસીસીઆઈના બંધારણ પ્રમાણે કોઈપણ વ્યક્તિ એક વખત એકથી વધુ પદ પર રહી શકતો નથી. 

જૈને રવિવારે કહ્યું, 'કારણ કે તે (ગાયકવાડ અને રંગાસ્વામી) પોતાના પદથી રાજીનામું આપી ચુક્યા છે તેથી ફરિયાદને રદ્દ કરી દેવામાં આવી છે. કપિલ મામલામાં ફરિયાદીને અરજી આપવા માટે વધુ સમય જોઈએ, મેં તેને સમય આપી દીધો છે.'

કનેરિયા મામલાએ વિવાદ પકડ્યો તો બેકફુટ પર આવ્યો શોએબ અખ્તર, હવે કરી સ્પષ્ટતા

રંગાસ્વામી અને ગાયકડાવ હવે ભારતીય ક્રિકેટર સંઘના પ્રતિનિધિના રૂપમાં સર્વોચ્ચ પરિષદનો ભાગ છે. રંગાસ્વામીએ ભારતીય ક્રિકેટર સંઘ (આઈસીએ)માં ડાયરેક્ટરનું પદ છોડી દીધું છે. કપિલ અને રંગાસ્વામી જૈનની સમક્ષ હાજર ન થયા જ્યારે ગાયકવાડ અહીં પહોંચ્યા હતા. હિતોના ટકરાવ મામલાનો સામનો કરી રહેલા બીસીસીઆઈના અધિકારી પારિખ પર પણ કોઈ નિર્ણય થયો નથી. 

કપિલની આગેવાની વાળી સીએસીએ પુરૂષ અને મહિલા ટીમોના રાષ્ટ્રીય કોચની પસંદગી કરી હતી. આ વિશ્વ વિજેતા કેપ્ટને પહેલા પણ કહ્યું હતું કે, સીએસીનું સભ્ય હોવું માનદ કામ છે અને હિતોના ટકરાવ તેવા લોકો પર લાગૂ ન થવો જોઈએ જેને તેની સેવા માટે કોઈ ચુકવણી કરવામાં આવતી નથી. હિતોનો ટકરાવ બીસીસીઆઈમાં ગંભીર મુદ્દો બની ગયો છે જે માટે બોર્ડે સુપ્રીમ કોર્ટથી નિર્દેશ માંગ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર