કુકનું ફોર્મ ચિંતાનો વિષય નથીઃ ઇંગ્લિશ કોચ

ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી ચિંતા તેના ઓપનરોનું ફોર્મ છે. કુક છેલ્લી 7 ઈનિંગમાં 50ના આંકડાને પાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. 
 

કુકનું ફોર્મ ચિંતાનો વિષય નથીઃ ઇંગ્લિશ કોચ

નોટિંઘમઃ ઈંગ્લેન્ડ ટીમના ચીફ કોચ ટ્રેવર બેલિસે ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ઇંગ્લિશ ટીમના ઓપનર એલિસ્ટર કુકનો બચાવ કરતા કહ્યું કે, તે એવી રીતે રમી રહ્યો છે જેમ પહેલા રમતો હતો. તેવા સમયમાં જ્યારે કુકના ભવિષ્ય વિશે સવાલ ઉઠી રહ્યાં છે તો બેલિસે કહ્યું, કુકે પોતાની રમવાની રીત બદલી નથી. તેની અત્યારની બેટિંગ અને તે રન બનાવતો હતો ત્યારની બેટિંગમાં કોઇ અંતર નથી. તે અત્યારે પણ એટલી પ્રેક્ટિસ કરે છે જેટલી બીજા ખેલાડી કરે છે. તે ફોર્મમાં નથી તેમ હું કહીશ નહીં. તે રન બનાવી રહ્યો નથી પરંતુ પ્રયત્ન કરી રહ્યો છે. 

ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી ચિંતા તેના ઓપનરોનું ફોર્મ છે. કુક છેલ્લી 7 ઈનિંગમાં 50ના આંકડાને પાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેનો સાથી ઓપનિંગ પાર્ટનર કેટીન જેનિંગ્સ છેલ્લી 14 ઇનિંગમાં 50નો આંકડો પાર કરી શક્યો નથી. કોચે આ બંન્નેનું સમર્થન કર્યું છે અને કહ્યું કે, આગામી બે ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરશે તેવી આશા છે. 

બેયરસ્ટો નહીં કરે કીપિંગ
કોચ બેલિસે સંકેત આપી દીધા છે કે વિકેટકીપર જોની બેયરસ્ટો ભારત વિરુદ્ધ આગામી 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી સાઉથૈમ્પટનની ચોથી ટેસ્ટ મેચમાં એક બેટ્સમેનના રૂપમાં રમી શકે છે. બેયરસ્ટોને ત્રીજી ટેસ્ટ મેચમાં આંગળીમાં ઈજા થઈ હતી. જો તે ફીટ થશે તો બેટ્સમેનના રૂપમાં રમી શકે છે અન જોસ બટલર વિકેટકીપરની ભૂમિકા ભજવશે. ઈંગ્લેન્ડની ટીમ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news