ભારતની સાથે વધુમાં વધુ પ્રેક્ટિસ મેચ માટે તૈયાર છે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા

આ વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જ્યાં ભારત ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમશે. 
 

ભારતની સાથે વધુમાં વધુ પ્રેક્ટિસ મેચ માટે તૈયાર છે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ કહ્યું કે, તે ભારતના આગામી પ્રવાસ પર વધુમાં વધુ પ્રેક્ટિસ મેચ માટે તૈયાર છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર મળેલા પરાજય બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વધુમાં વધુ પ્રેક્ટિસ મેચ રમવા ઈચ્છે છે. સીએએ કહ્યું કે, અત્યાર સુધી બીસીસીઆઈ તરફથી ઔપચારિક રીતે કશું કહેવામાં આવ્યું નથી. 

ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂએ સીએના પ્રવક્તાના હવાલાથી જાણકારી આપી કે ભલે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ ઔપચારિક સૂચના મળી નથી પરંતુ જો બીસીસીઆઈ ઈચ્છે તો સીએ પ્રેક્ટિસ મેચ યોજવા તૈયાર છે. વેબસાઇટ પ્રમાણે, પ્રવક્તાએ કહ્યું, અમે બીસીસીઆઈ સાથે આ વિકલ્પ પર વાત કરવા તૈયાર છીએ, પરંતુ હજુ સુધી અમને શ્રેણી પહેલા ટૂર મેચોની સંખ્યામાં વધારો કરવાનો કોઈ ઔપચારિક પ્રસ્તાવ મળ્યો નથી. 

આ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, તેણે બીસીસીઆઈને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વદુ પ્રેક્ટિસ મેચનું આયોજન કરવાની વાત કરી છે. ઈંગ્લેન્ડમાં ભારતને પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-4થી પરાજય મળ્યો હતો. ત્યારબાદ ટીમની શ્રેણી પહેલા વધુ પ્રેક્ટિસ મેચ ન રમવાને લઈને ટીકા થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news