રાજકોટમાં India vs Sri Lanka ની મેચમાં યુવક ગ્રાઉન્ડ પર કૂદકા મારતો દોડી આવ્યો, શ્રીલંકન પ્લેયરે તેને પકડ્યો

India vs Sri Lanka 3rd T20 : રાજકોટમાં રમાયેલી શ્રીલંકા અને ભારત વચ્ચેની ટી20 મેચમાં સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી, બાઉન્સર્સના ધ્યાન બહાર ચાહક મેદાનમાં ઘૂસી ગયો
 

રાજકોટમાં India vs Sri Lanka ની મેચમાં યુવક ગ્રાઉન્ડ પર કૂદકા મારતો દોડી આવ્યો, શ્રીલંકન પ્લેયરે તેને પકડ્યો

India vs Sri Lanka 3rd T20 : ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, રાજકોટમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને પરાજય આપ્યો છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાઈ હતી. ત્યારે રાજકોટના SCA સ્ટેડિયમમાં મેચની અધવચ્ચે એક ક્રિકેટ ચાહકે ઉધમ મચાવ્યો હતો, જેને કારણે 5 મિનિટ માટે ગ્રાઉન્ડ પર ઉહાપોહ મચી ગયો હતો. એક યુવક મેચ પૂરી થતાંની સાથે જ ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતો. તે યુવક ગ્રાઉન્ડમાં જઈને પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકના પગે પડી ગયો હતો. અને પછી તે મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો. તે યુવક કૂદકા મારતાં-મારતાં મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો અને ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળવા પહોંચ્યો હતો. જોકે શ્રીલંકાના એક પ્લેયરે તેને પકડીને બાઉન્સર્સને સોંપી દીધો હતો. ત્યારે રાજકોટના સ્ટેડિયમમાં સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. 

રાજકોટના SCA સ્ટેડિયમમાં ગઈકાલે શ્રીલંકા અને ભારત વચ્ચે ટી20 સીરિઝની અંતિમ મેચ રમાઈ હતી. જેમાં મેચ દરમિયાન ક્રિકેટર્સની સુરક્ષામાં મોટ ચૂક જોવા મળી હતી. જેમ મેચ પૂરી થઈ હતી, તેના બાદ પ્લેયર્સ ગ્રાઉન્ડ પર હતા, ત્યારે એક યુવક ગ્રાઉન્ડ પર ઘૂસી ગયો હતો. તે કૂદકા મારતા ગ્રાઉન્ડ પર પહોચ્યો હતો. જેના બાદ ગ્રાઉન્ડમાં જઈને પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકના પગે પડી ગયો હતો. કૂદકા મારતા મારતે તે પિચ સુધી પહોંચી ગયો હતો. તે યુવક ટીમ ઈન્ડિયાના અન્ય પ્લેયર્સને મળવા ગયો હતો. તેણે ગ્રાઉન્ડ પરની સિક્યોરિટી અને પ્રાઇવેટ બાઉન્સર્સને ખબર પડવા દીધી નહોતી અને ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો.

આ પણ વાંચો : 

સુરક્ષામાં ચૂક
આ ક્રિકેટ ચાહકે ગ્રાઉન્ડ પર સુરક્ષા કર્મીઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. એકાએક ગ્રાઉન્ડ પર પહોંચેલા પ્લેયરને જોઈને તેઓ દોડ્યા હતા. જેના બાદ એક શ્રીલંકન પ્લેયરે તેને પકડી લીધો હતો. પ્રાઈવેટ બાઉન્સર્સે તેને મેદાનની બહાર કાઢ્યો હતો. ત્યારે સવાલો એ છે કે પ્લેયર્સની સિક્યોરિટીમાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ ગઈ. 

ભારતની શ્રીલંકા સામે શાનદાર જીત
રાજકોટના SCA સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમે શ્રેણીની ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 91 રને હરાવ્યું હતું. ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં 137 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી અને 51 બોલમાં તેની અણનમ ઈનિંગમાં 112 રન બનાવ્યા. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news