World Cup 2019: ફાઇનલની ટિકિટ મેળવવા આજે મજબૂત ટીમ ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડનો પડકાર

ભારતને શરૂઆતથી ટાઇટલનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું હતું તો કીવી ટીમ પર પણ પહેલાથી જ બધાની નજર હતી. મોટી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ શાનદાર પ્રદર્શન કરતું આવ્યું છે અને આ વખતે પણ તે સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. 

 World Cup 2019: ફાઇનલની ટિકિટ મેળવવા આજે મજબૂત ટીમ ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડનો પડકાર

માનચેસ્ટરઃ સપાટ પિચોની રાજા ગણાતી ભારતીય ટીમની અત્યાર સુધી આઈસીસી વિશ્વ કપમાં માત્ર એકવાર પરીક્ષા ઈંગ્લેન્ડ વિરુદ્ધ થઈ છે. તો વિશ્વ કપ શરૂ થયા પહેલા 25 મેએ પ્રેક્ટિસ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંન્ને વચ્ચે લીગ સ્ટેજનો મુકાબલો વરસાદને કારણે રદ્દ થઈ ગયો હતો પરંતુ કિસ્મત આ બંન્ને ટીમો ફરી એકવાર આમને-સામને લાવી છે તે પણ સેમિફાઇનલમાં. ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વિશ્વકપના પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આજે ટકરાશે. 

ભારતને શરૂઆતથી ટાઇટલનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું હતું તો કીવી ટીમ પર પણ પહેલાથી જ બધાની નજર હતી. મોટી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ શાનદાર પ્રદર્શન કરતું આવ્યું છે અને આ વખતે પણ તે સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. એક સમયો તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર હતી. બાદમાં કેટલિક મેચોમાં હાર બાદ તેણે લીગ રાઉન્ડનો અંત ચોથા સ્થાન પર રહીને કરવો પડ્યો છે. 

પ્રથમ સેમિફાઇનલમાં કીવી ટીમે ભારતની વિરુદ્ધ પોતાની તમામ તાકાતથી રમવું પડશે કારણ કે ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેણે માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તે પણ બર્મિંઘમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ્યારે તે 300થી વધુનો લક્ષ્ય હાસિલ કરવામાં નિષ્ફળ રહી હતી. હા, સવાલ ફરી એકવાર તે છે કે શું વિકેટ બેટ્સમેનો માટે સ્વર્ગ છે?

આજે (મંગળવાર) અહીં વરસાદની સંભાવના છે. બની શકે કે અહીં છૂટો-છવાયો વરસાદ પડે પરંતુ આવી સ્થિતિમાં કીવી ટીમનું બોલિંગ આક્રમક ખુબ આક્રમક સાબિત થઈ શકે છે. ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉદી અને કોલિન ડી ગ્રાન્ડહોમ આવી સ્થિતિમાં કોઈપણ બેટ્સમેનને પરેશાન કરી શકે છે. 

કીવી ટીમ માટે ફર્ગ્યુસનની ફિટનેસ ચર્ચાનો વિષય છે. ટીમને વિશ્વાસ છે કે તે ફિટ થઈ જશે પરંતુ તેનો નિર્ણય ટોસ સમયે કરવામાં આવશે. કેપ્ટન કેન વિલિયમસને પણ કહ્યું કે, તે ફર્ગ્યુસન પર ઘણો વિશ્વાસ કરે છે. 

તો વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ ઈચ્છશે કે હવામાન સાફ રહે. ટીમે પોતાની બેટિંગને લઈને ચિંતા જાહેર કરી નથી પરંતુ ચોક્કસ પણે જોવા મળ્યું છે કે, કોહલી, રોહિત શર્મા અને લોકેશ રાહુલથી સજ્જ ટોપ ક્રમે જ ભારત માટે રન કર્યાં છે અને જ્યારે મધ્યમ ક્રમની ટીમને સંભાળવાની જવાબદારી આવી તો તે નિષ્ફળ રહ્યું છે. 

રોહિતે આ ટૂર્નામેન્ટમાં આઠ ઈનિંગમાં 647 રન બનાવ્યા છે અને પાંચ સદી ફટકારી છે. ત્યારબાદ કેપ્ટન કોહલીનો નંબર આવે છે જેણે પાંચ અડધી સદી સાથે 447 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રાહુલ છે જેના નામે 360 રન છે. રસપ્રદ વાત છે કે આ યાદીમાં આગામી નામ એમએસ ધોનીનું છે જેણે 223 રન બનાવ્યા છે. 

તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર અને ભારતીય સ્પિનરોએ દમ દેખાડ્યો છે પરંતુ મધ્યમ ક્રમે આગળ આવવું પડશે. 

શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી મેચમાં ટીમે સ્પિનમાં કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે જોવાનું રહેશે કે ટીમ મેનેજમેન્ટ આ સંયોજનની સાથે ઉતરે છે કે તેમાં કોઈ ફેરફાર કરે છે. 

આ મેચમાં ઘણું વિકેટ અને વરસાદ પર પણ નિર્ભર છે. જો વાદળો છવાયેલા રહે તો બની શકે કે ભારત માત્ર એક સ્પિનરની સાથે રમે અને મયંક અગ્રવાલને સામેલ કરીને પોતાની બેટિંગ મજબૂત કરે. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ લાથમ, લોકી ફર્ગ્યુસન, જિમી નીશામ, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી. 

ભારતઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), દિનેશ કાર્તિક અથવા મયંક અગ્રવાલ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news