T20 World Cup બાદ ICCની આ મોટી ટૂર્નામેન્ટને લઇને આવી શકે છે નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી
Trending Photos
ઓકલેન્ડ: આઇસીસી (ICC)એ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આ વર્ષ યાજાનાર પુરૂષ ટી-20 વર્લ્ડ કપને મુલતવી રાખ્યો છે. આગામી વર્ષ મહિલા વર્લ્ડ કપ પણ યોજાવાનો છે અને તેને લઇને મેજબાન ન્યૂઝીલેન્ડ બોર્ડના ચેરપર્સન ગ્રેગ બાર્કલેએ કહ્યું છે કે, તેના પર નિર્ણય આગામી 2 સપ્તાહમાં લેવામાં આવશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચેરપર્સન બાર્કેલેએ રેડિય એનઝેડને કહ્યું કે, તેના પર નિર્ણય આગામી બે સપ્તાહમાં લેવામાં આવશે. આ એટલા માટે કે ટૂર્નામેન્ટને મુલતવી રાખવાની જરૂર પડશે તો અમને તેના વિશે જલ્દીથી જલ્દી ખબર પડે.
તેમણે કહ્યું કે, જો કે તેનું આયોજન થવાનું છે તો અમે તેના પર અંતિમ નિર્ણય લેવાનો હશે. જેથી અમે ફેબ્રુઆરીમાં યોજાનાર વર્લ્ડ સ્તરની ટૂર્નામેન્ટ માટે અમારા તમામ સંસાધનો રજૂ કરી શકીએ. 8 ટીમોની વન-ડે ટૂર્નામેન્ટ ન્યૂઝીલેન્ડમાં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચની વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટ ઓકલેન્ડ, હેમિલ્ટન, ટોરાંગા, વેલિન્ગ્ટન, ક્રાઇસ્ટચર્ચ અને ડુનેડિનમાં રમાશે.
આઇસીસીએ કોરોના વાયરસના કારણે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે યોજાનારી પુરૂષ ટી-20 વર્લ્ડ કપને રદ્દ કર્યો છે. બાર્કલેએ કહ્યું છે કે ન્યૂઝીલેન્ડ આખી દુનિયામાં આ સમયે એક એવો દેશ છે જે ભરેલા સ્ટેડિયમોમાં મેચનું આયોજન કરી શકે છે. તેમણે કહ્યું કે, જો કે, આગામી ઉનાળામાં યોજાનાર ટૂર્નામેન્ટની મેજબાની કરતા પહેલા કેટલીક અડચણોને દૂર કરવી જરૂરી છે.
તેમણે કહ્યું કે, તમે કેવી રીતે વિશ્વભરમાંથી આવતી ટીમોના ટ્રાફિકને ગોઠવશો. જો તેઓને અહીં અન્ય દેશોથી આવવું હોય તો આ અંગેના નિયમો શું હશે? આ પછી, તેઓને અલગ કરવામાં આવશે અને સ્વાભાવિક છે કે તેમાં ઘણો ખર્ચ થશે, તેથી ફેબ્રુઆરીમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં બજેટ ઘણું વધારે હશે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારત ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા છે. 8 ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે અને ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. (ઇનપુટ-આઇએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે