ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં 113 રને હરાવ્યું, સિરીઝ 1-1થી બરોબર

માન્ચેસ્ટર ટેસ્ટમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 176 રન અને અણનમ 78 રનની ઈનિંગ રમ્યા બાદ બોલિંગમાં પણ કમાલ કરતા મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
 

ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં 113 રને હરાવ્યું, સિરીઝ 1-1થી બરોબર

માન્ચેસ્ટરઃ યજમાન ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે સાઉથેમ્પ્ટનની હારનો બદલો લઈ લીધો છે. તેણે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ 113 રનથી જીતી લીધી છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં સોમવારે મેચના પાંચમાં અને અંતિમ દિવસે 312 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીતની સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં 1-1ની બરોબરી હાસિલ કરી લીધી છે. સિરીઝની નિર્ણાયક ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં જ 24 જુલાઈથી રમાશે. વેસ્ટ ઈન્ડિઝ જો આ સિરીઝ ડ્રો કરી લે તો વિઝડન ટ્રોફી તેની પાસે રહેશે, કારણ કે પાછલા વર્ષે તેણે ઘરેલૂ સિરીઝમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. 

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે સ્ટુઅર્ટ બ્રોડે 42 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ક્રિસ વોક્સ, ડોમ બેસ અને બેન સ્ટોક્સને બે-બે સફળતા મળી હતી. જ્યારે કેમ કરનને એક વિકેટ મળી હતી. વિન્ડિઝ તરફથી શામારા બ્રૂક્સ (62) અને જર્મેન બ્લેકવુડ (55)ની અડધી સદી એળે ગઈ હતી. કેપ્ટન જેસન હોલ્ડર (35) રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં 176 અને બીજી ઈનિંગમાં 78* રન બનાવવા સિવાય મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

કોરોનાને કારણે આઈસીસીએ સ્થગિત કર્યો ટી20 વિશ્વકપ, આઈપીએલ માટે માર્ગ મોકળો  

આ પહેલા ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગ 3 વિકેટ પર 129 રન બનાવી ડિકલેર કરી હતી. ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં બેન સ્ટોક્સે સૌથી વધુ 78 રન બનાવ્યા. તો રૂટે 22 રનનું યોગદાન આપ્યું હતું. 

ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગ નવ વિકેટ પર 469 રન બનાવી ડિકલેર કરી હતી. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 176 અને સિબ્લીએ 120 રન બનાવ્યા હતા. આ બંન્ને વચ્ચે 260 રનની ભાગીદારી થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news