વિશ્વકપમાં દરેક ટીમ માટે ખતરો બનશે વેસ્ટઈન્ડિઝઃ ડ્વેન બ્રાવો
બ્રાવોએ કહ્યું કે, વિશ્વકપમાં કોઈપણ ટીમને પ્રબળ દાવેદાર ન કહી શકાય.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોંકાવનારા પ્રદર્શન બાદ વેસ્ટઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોને લાગે છે કે, તેની ટીમ આગામી વિશ્વકપમાં હરીફો માટે ખતરો હશે. બ્રાવોએ દુબઈમાં કહ્યું કે, વેસ્ટઈન્ડિઝની યુવા ટીમના પ્રદર્શનથી પ્રભાવિત છે અને તેનું પ્રમાણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકદિવસીય શ્રેણીમાં જોવા મળ્યું છે.
તેણે કહ્યું, અમારી ટીમમાં કેટલાક સારા યુવા ખેલાડી છે. તેની રમતમાં સુધાર થઈ રહ્યો છે અને મને લાગે છે કે, વિશ્વકપમાં આ ટીમ બીજી ટીમો માટે ખતરો હશે.
બ્રાવોએ કહ્યું કે, વિશ્વકપમાં કોઈપણ ટીમને પ્રબળ દાવેદાર ન કહી શકાય. તેણે કહ્યું, કોઈપણ ટીમ ગમે તે દિવસે સારૂ કરી શકે છે પરંતુ હું વેસ્ટઈન્ડિઝના સારા પ્રદર્શનને લઈને ઉત્સુક છું. અમારી ટીમમાં અનુભવ અને યુવાઓનું સારૂ મિશ્રણ છે.
ક્રિસ ગેલની અડધી સદીની મદદથી વેસ્ટઈન્ડિઝે ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ઓશાને થોમસે આ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. અંતિમ વનડે જીતીને વેસ્ટઈન્ડિઝ સિરીઝ 2-2થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.
થોમસે 21 રન આપીને પાંચ વિકેટ ઝડપી જેથી ઈંગ્લેન્ડની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 28.1 ઓવરમાં 113 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વિન્ડિઝની ધરતી પર મહેમાન ટીમનો વનડેમાં સૌથી ઓછો સ્કોર હતો.
કેપ્ટન જેસન હોલ્ડર અને કાર્લોસ બ્રેથવેટે પણ ક્રમશઃ 28 અને 17 રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સ અને બટલરે સર્વાધિક 23-23 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે