વર્લ્ડ કપઃ એજબેસ્ટનમાં સેમિફાઇનલ મેચ રમવાથી ખુશ છે ઈંગ્લેન્ડ કેપ્ટન
ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું કે વિશ્વ કપ સેમિફાઇનલમાં પહોંચવું સારો અનુભવ છે અને યજમાન ટીમ એજબેસ્ટનમાં રમાનારી અંતિમ-4ની મેચને લઈને ઉત્સાહિત છીએ.
Trending Photos
ચેસ્ટર લી સ્ટ્રીટઃ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું કે, વિશ્વ કપની સેમિફાઇનલમાં પહોંચવું ઘણો સારો અનુભવ છે અને યજમાન ટીમ એજબેસ્ટનમાં રમાનારી અંતિમ-4ની મેચને લઈને ઉત્સાહિત છે. મોર્ગનની ટીમે બુધવારે ચેસ્ટર લી સ્ટ્રીટમાં ન્યૂઝીલેન્ડ પર 119 રનથી શાનદાર જીતથી 1992 બાદ પ્રથમવાર વિશ્વ કપ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
આ જીતનો મતલબ છે કે 10 ટીમોના રાઉન્ડ રોબિન મુકાબલા બાદ ઈંગ્લેન્ડનું ત્રીજુ સ્થાન પાક્કુ થઈ ગયું છે, જેથી તે 11 જુલાઈએ રમાનારી બીજી સેમિફાઇનલમાં એજબેસ્ટેનમાં રમશે, જ્યાં તેનો છેલ્લી 10 મેચોનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
ઈંગ્લેન્ડે બર્મિંઘમમાં રવિવારે પોતાની અંતિમ ચારની સંભવિત વિરોધી ટીમ ભારતને 31 રનથી પરાજય આપ્યો અને એજબેસ્ટનમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો, જેમાં તેણે તમામ ફોર્મેટમાં છેલ્લી 10 મેચ જીતી છે. મોર્ગને મેચ બાદ કહ્યું, અમે એજબેસ્ટનમાં રમવાનું પસંદ કરીશું. જો અમારી પાસે વિકલ્પ હોત કે અમે અમારી લીગ સ્ટેજની મેચ કઈ મેદાનો પર રમે તો અમે એજબેસ્ટન, ધ ઓવલ અને ટ્રેન્ટ બ્રિજ ત્રણ સ્ટેડિયમોમાં અમારી 9 મેચ રમવાનું પસંદ કરત.
તેણે કહ્યું, તે સારૂ છે કે અમે આ ત્રણમાંથી એક મેદાન પર અંતિમ ચારનો મુકાબલો રમીશું. ઓપનિંગ બેટ્સમેન બેયરસ્ટોએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં 106 રનની ઈનિંગ રમી જે તેની સતત બીજી સદી છે. તેણે ભારત વિરુદ્ધ 111 રન ફટકાર્યા હતા.
બેયરસ્ટોએ કહ્યું, અમે જાણતા હતા કે અંતિમ બે મેચ અમારી જીતવી પડશે, ત્યારે અમે સેમિફાઇનલમાં પહોંચીશું કારણ કે કેટલિક મેચોમાં અમારુ પ્રદર્શન સારૂ ન રહ્યું. તેથી અમને ખુશી છે કે અમે આવું પ્રદર્શન કરી સેમિફાઇનલ સુધી પહોંચી શક્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે