મહિલા ક્રિકેટઃ ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે આપ્યો પરાજય

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરનાર ઈંગ્લેન્ડે બ્રોબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં 8 વિકેટે 149 રનમાં સિમિત રાખ્યું હતું. 

 

મહિલા ક્રિકેટઃ ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે આપ્યો પરાજય

મુંબઈઃ નતાલી શાઇવર અને ટૈમસિન બ્યૂમોંટની અણનમ અર્ધસદીની મદદથી ઈંગ્લેન્ડની મહિલા ટી20 ટ્રાઇ સીરીઝમાં ગુરૂવારે અહીં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય આપીને પોતાની અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરનાર ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 149 રન સુધી સિમિત રાખ્યું હતું. 

ઓસ્ટ્રેલિયા તરફતી રાચેલ હેન્ડે સર્વાધિક 65 રન બનાવ્યા, જેમાં 8 ફોર અને એક સિક્સ સામેલ હતી. ઈંગ્લેન્ડ તરફથી જેની ગુને ત્રણ તથા શાઇવરે બે વિકેટ ઝડપી હતી. 

તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ત્રણ ઓવર બાકી રહેતા લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. શાઇવરે બેટિંગમાં પણ શાનદાર ઈનિંગ રમતા 43 બોલમાં અણનમ 68 રન બનાવ્યા. તેણે બ્યૂમોંટની સાથે ત્રીજી વિકેટ માટે 73 બોલમાં 116 રનની અતૂટ ભાગીદારી કરી જેથી ઈંગ્લેન્ડે 17 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 150 રન બનાવી જીત મેળવી હતી. 

આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી માત્ર ત્રણ બેટ્સમેનો બે અંકમાં પહોંચી શક્યા હતા. કેપ્ટન હેન્સ સિવાય ઓપનિંગ બેટ્સમેન એલિસા હીલીએ 31, એશલીગ ગાર્ડનર 28 રનનું યોગદાન આપ્યું હતું. આ ઓસ્ટ્રેલિયાની ટૂર્નામેન્ટમાં પ્રથમ હાર છે. તેણે પહેલા મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news