ફીફા રેન્કિંગઃ બેલ્જિયમ પ્રથમ સ્થાને યથાવત, ભારત 97મા અને પાકિસ્તાન 199મા નંબર પર

ટોપ-20 દેશોના રેન્કિંગમાં સૌથી વધુ નુકસાન જર્મનીને થયું છે. સૌથી વધુ ફાયદામાં સ્વીડનની ટીમ રહી છે. 

ફીફા રેન્કિંગઃ બેલ્જિયમ પ્રથમ સ્થાને યથાવત, ભારત 97મા અને પાકિસ્તાન 199મા નંબર પર

મેડ્રિડઃ બેલ્જિયમની ફુટબોલ ટીમ વિશ્વ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાએ ગુરૂવારે રાત્રે રેન્કિંગ જાહેર કર્યું હતું. ટોપ-10માં માત્ર બે ટીમો પોર્ટુગલ અને ઉરુગ્વેના રેન્કિંગમાં ફેરફાર થયો છે. ભારત 97મા નંબર પર છે, જ્યારે પાકિસ્તાનની રેન્કિંગ 199મી છે. 

ફીફા રેન્કિંગમાં પ્રથમ પાંચ સ્થાનોમાં કોઈ ફેરફાર થયો નથી. બેલ્જિયમ 1727 પોઈન્ટની સાથે નંબર-1 પર છે. બેલ્જિયમની ટીમ આ વર્ષે યોજાયેલી ફીફા વિશ્વકપમાં ત્રીજા સ્થાને રહી હતી. તેણે ત્રીજા સ્થાન માટે રમાયેલી મેમચાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ફ્રાન્સ 1726, બ્રાઝીલ 1676, ક્રોએશિયા 1634 અને ઈંગ્લેન્ડ 1631 પોઈન્ટની સાથે ક્રમશઃ બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને છે. આ રીતે સ્વિટ્ઝર્લેન્ડ (1599), આઠમાં, સ્પેન (1591) નવમાં અને ડેનમાર્ક (1589) 10મા સ્થાને છે. 

આર્જેન્ટીનાને ફાયદો, કોલંબિયાને નુકસાન
પોર્ટુગલની ટીમ એક સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે. બીજીતરફ ઉરુગ્વેની ટીમ એક સ્થાન નીચે આવીને સાતમાં સ્થાને પહોંચી ગઈ છે. પોર્ટુગલના 1614 અને ઉરુગ્વેના 1609 પોઈન્ટ છે. ટોપ-10 બહાર આર્જેન્ટીના એક સ્થાન ઉપર આવીને 11મા નંબર પર છે. તો કોલંબિયાને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે 12મા સ્થાને છે. 

જર્મનીને બે સ્થાનનું નુકસાન
સ્વીડન ત્રણ સ્થાનના સુધારની સાથે નેધરલેન્ડની સાથે સંયુક્ત રૂપથી 14મા નંબરે છે. સ્વીડન અને નેધલેન્ડ એક સ્થાન ઉપર આવવાથી જર્મની અને મેક્સિકો એક-એક સ્થાન નીચે આવી ગયા છે. જર્મની હવે 16મા અને મેક્સિકો 17મા નંબર પર પહોંચી ગયા છે. જર્મનીને બે સ્થાનનું નુકસાન થયું છે, જે ટોપ-20 રેન્કિંગમાં સૌથી વધુ છે. 

એશિયન દેશોમાં ઈરાન પ્રથમ નંબર પર
એશિયન દેશોમાં ઈરાન પહેલા સ્થાને છે. તેની વિશ્વ રેન્કિંગ 29 છે. ભારતીય ટીમ 1240 પોઈન્ટની સાથે 97મા સ્થાને યથાવત છે. ભારતના પાડોસી દેશોમાં અફગાનિસ્તાન 147મા, નેપાળ 162મા, ભૂટાન 186મા, બાંગ્લાદેશ 192મા અને પાકિસ્તાન 199મા સ્થાન પર છે. શ્રીલંકાની ટીમ ટોપ-200માંથી બહાર છે. તેની રેન્કિંગ 201 છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news