FIFA એ ભારતને આપ્યો મોટો ઝટકો, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું
FIFA Suspends AIFF: ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ફૂટબોલની ટોપ વૈશ્વિક સંસ્થા FIFA એ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (AIFF) ને તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરી નાખ્યું છે. ભારતીય ફૂટબોલમાં છેલ્લા કેટલાક સમયથી બધુ બરાબર નહતું. હવે ફીફાના આ નિર્ણયથી ચાહકોના હ્રદય ભગ્ન થયા છે.
Trending Photos
FIFA Suspends AIFF: ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ફૂટબોલની ટોપ વૈશ્વિક સંસ્થા FIFA એ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (AIFF) ને તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરી નાખ્યું છે. ભારતીય ફૂટબોલમાં છેલ્લા કેટલાક સમયથી બધુ બરાબર નહતું. હવે ફીફાના આ નિર્ણયથી ચાહકોના હ્રદય ભગ્ન થયા છે.
આ કારણે થયું સસ્પેન્ડ
ફૂટબોલની પ્રમુખ વૈશ્વિક સંસ્થા FIFA એ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (AIFF) ને ત્રીજા પક્ષ સાથે મિલીભગત અને દેશમાં ફૂટબોલ સંચાલનને પ્રભાવિત કરવા બદલ તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. ફીફાના સસ્પેન્શનના કારણે હવે ભારત કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી શકશે નહીં કે કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
શું કહ્યું ફીફાએ?
ફીફાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ફીફા પરિષદના બ્યૂરોએ સર્વસંમતિથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ને 'અયોગ્ય હસ્તક્ષેપ' ના કારણે તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જે ફીફાના નિયમોનો ગંભીર રીતે ભંગ છે. નિયમોના ભંગના કારણે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટે AIFF માં અનિયમિતતાઓ જોતા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ FIFA એ આ કડક પગલું ભર્યું છે.
FIFA suspends All India Football Federation
— ANI Digital (@ani_digital) August 16, 2022
અંડર-17 વર્લ્ડ કપ નહીં યોજાય
આ સસ્પન્શનના કારણે આ વર્ષે ભારતમાં થનારા અંડર-17 મહિલા વર્લ્ડ કપ ઉપર પણ સંકટ આવી ગયું. જેનું આયોજન હવે થઈ શકશે નહીં. આ વર્લ્ડ કપ 11થી 30 ઓક્ટોબર વચ્ચે થવાનો હતો. જેના કારણે ચાહકો નિરાશ થયા છે. જો કે ફીફાએ કહ્યું છે કે તે ભારતના ખેલ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને આશા છે કે આ મામલે સકારાત્મક પરિણામ આવી શકે છે.
અત્રે જણાવવાનું કે ફીફાએ આ મહિનાની શરૂઆતમાં જ ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કારણે AIFF ને સસ્પેન્ડ કરી નાખવાની ધમકી આપી હતી. આ ચેતવણી AIFFની ચૂંટણી કરાવવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશના ગણતરીના દિવસો બાદ આવી હતી. 28 ઓગસ્ટના રોજ AIFF ની ચૂંટણી થવાની છે. આ મામલે 17 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે