FIFA World Cup 2018: સ્વીડને સાઉથ કોરિયાને 1-0થી હરાવ્યું, કેપ્ટન આંદ્રેસ રહ્યો જીતનો હિરો
આ વિજય સાથે સ્વીડનને ત્રણ પોઇન્ટ મળ્યા છે અને વિશ્વકપમાં વિજયી શરૂઆત કરી છે.
Trending Photos
નિજની નોવગોરોડઃ સ્વીડને ફીફા વર્લ્ડ કપ-2018માં ગ્રુપ-એફના મેચમાં સાઉત કોરિયાને 1-0થી હરાવ્યું. મેચનો પ્રથમ હાફ ગોલવિહોણો રહ્યો હતો, જ્યારે બીજા હાફમાં 65મી મિનિટમાં સ્વીડનના કેપ્ટન આંદ્રેસ ગ્રૈક્વિસ્ટે ગોલ કર્યો. આ ગોલ પેનલ્ટી કોર્નર પર કરવામાં આવ્યો હતો. આ રીતે સાઉથ કોરિયાને હારનો સામનો કરવો પડ્યો છે.
નિજની નોવગોરોડ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ હાફમાં બંન્ને ટીમોએ એક-બીજાને જબરજસ્ત ટક્કર આપી, પરંતુ કોઇ ટીમ ગોલ કરવમાં સફળ ન થઈ. પ્રથમ હાફ શરૂ થયાના 20મી મિનિટ બાદ મેચનો પ્રથમ શોટ લાગ્યો, પરંતુ સ્વીડિશ ખેલાડી ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો.
આ વિશ્વકપના ઈતિહાસમાં 1966 બાદ શોટનો બીજો સૌથી લાંબો ઈંતજાર હતો. આ પહેલા 2014માં કોસ્ટા રિકા અને નેધરલેન્ડના મેચમાં પ્રથમ શોટ માટે 20 મિનિટ 59 સેકન્ડનો સમય લાગ્યો હતો.
2002માં સેમીફાઇનલ સુધીની સફર કરનારી સાઉથ કોરિયન ટીમ 2014ના વિશ્વકપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. મહત્વનું છે કે, એશિયાઇ દેશોમાં સાઉથ કોરિયા એકમાત્ર એવી ટીમ છે, જેણે વિશ્વકપમાં સેમિફાઇનલ સુધીની સફર ખેડી છે. સ્વીડનને તેના સ્ટાર ખેલાડી ઇબ્રાહિમોવિકની કમી દેખાઈ, જો તે આ મેચમાં હોત તો ગોલની સંધ્યા વધવાની શક્યતા હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે