ફૂટબોલ: ભારત એએફસી એશિયન કપમાં 32 વર્ષ પછી જીત્યું, 4-1થી નોંધાવી જીત
ભારતે રવિવાર (6 જાન્યુઆરી)એ એએફસી એશિયન કપ (AFC Asian Cup) ના ગ્રુપ-એ ની તેમની પહેલી મેચમાં થાઇલેન્ડને 4-1થી હરાવ્યું છે. ભારતની એશિયન કપમાં આઠ મેચમાં આ પ્રથમ જીત છે. આ પહેલા ટૂર્નામેન્ટની સાત સ્પર્ધામાં તેમણે એક ડ્રો મેચ રમી હતી
Trending Photos
અબૂ ધાબી: ભારતે રવિવાર (6 જાન્યુઆરી)એ એએફસી એશિયન કપ (AFC Asian Cup) ના ગ્રુપ-એ ની તેમની પહેલી મેચમાં થાઇલેન્ડને 4-1થી હરાવ્યું છે. ભારતની એશિયન કપમાં આઠ મેચમાં આ પ્રથમ જીત છે. આ પહેલા ટૂર્નામેન્ટની સાત સ્પર્ધામાં તેમણે એક ડ્રો મેચ રમી હતી, જ્યારે છ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ફૂટબોલ ટીમનો મુકાબલો હવે ગુરૂવારે મેજબાન સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)ની સામે થશે.
સુનિલ છેત્રીએ આ મહત્વની મેચમાં ભારત માટે બે ગોલ કર્યા હતા. જ્યારે અનિરૂદ્ધ થાપા અને જેજે લાલપેખલુઆએ એક-એક ગોલ કર્યો હતો. સુનીલ છેત્રી ટીમ માટે કુલ 67 ગોલ કરી ચુક્યો છે. જ્યારે થાપાનો ભારત માટે આ પહેલો ગોલ હતો. ભારતીય ટીમ 8 વર્ષના લાંબા સમયગાળા બાદ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે અને તેમણે છેલ્લી વખત થાઇલેન્ડને 1986 માં કુઆલા લંપુરની મેદેર્કા ટુર્નામેન્ટમાં હરાવ્યું હતું.
વધુમાં વાંચો: ઓસ્ટ્રેલિયાને પોતાની ધરતી પર 31 વર્ષ બાદ મળ્યું ફોલોઓન
ભારતે મેચની શરૂઆત સકારાત્મક સાથે કરી અને અટેકિંગ ફૂટબોલ રમવાનો પ્રયાસ કર્યો હતો. ત્રીજી મીનિટમાં અશિક કુરૂનિયાને લેફ્ટ ફ્લેંકથી બોક્સમાં શાનદાર ક્રોસ આપ્યો, પરંતુ બોક્સમાં કોઇપણ ભારતીય ખેલાડી બોલને તેમના નિયંત્રણમાં લઇ શક્યો નહીં. તેના 11 મીનિટ પછી ભારતે 18 ગજના બોક્સની બહાર ફ્રિ-કિક મળી હતી. યુવા મિડફીલ્ડર અનિરૂદ્ધ થાપાએ ફ્રિ-કિક લીધી અને થાઇલેન્ડ ડિફેન્ડર હેડર દ્વારા બોક્સમાંથી બોલ બહાર કાઢવામાં સફળ રહ્યો હતો.
મેચની 26મી મીનિટ કુરૂનિયાન ફરી એકવાર થાઇલેન્ડના બોક્સમાં પ્રવેશ્યો અને ગોલકીપર પાસેથી બોલ લીધો અને ડિફેન્ડર સાથે અઠડાયો હતો. જેના કારણે ભારતને એક પેનલ્ટી મળી હતી. સુનીલ છેત્રીએ પેનલ્ટીને ગોલમાં બદલવા માટે કોઇ ભૂલ કરી ન હતી. જોકે, થાઇલેન્ડની ટીમે 33મી મીનિટમાં બરાબરી કરવામાં સફળ રહી હતી. થાઇલેન્ડને બોક્સની બહાર ફ્રી કિક મળી અને કેપ્ટન ટેરાસિલ ડોંગડાએ શ્રેષ્ઠ હેડર દ્વારા સ્કોર કર્યો.
ભારતે બીજા હાફમાં શાનદાર શરૂઆત કરી હતી. વિંગર ઉદાંત સિંહએ 47મી મીનિટમાં જમણી ધારથી બોક્સમાં શ્રેષ્ઠ પાસ આપ્યો અને કુરુનિયાને બોલને છેત્રી તરફ મોકલી દીધો હતો. જેણે ગોલ કરવામાં કોઇ ભૂલ કરી ન હતી. ભારતીય ખેલાડીઓનો 2-1ની લીડ મેળવ્યા બાદ આત્મવિશ્વાસ વધી ગયો હતો. જે તેમની રમતમાં પણ જોવા મળ્યું હતું. ભારતે સતત અટેક કરી થાઇલેન્ડના ડિફેન્ડરને હેરાન કર્યા. 68 મી મિનિટમાં, છેત્રીએ બોક્સમાં ફરી એકવાર ઉગ્રતા ઉભી કરી અને બોક્સમાં હાજર થાપાને બોલ પાસ કર્યો, જેણે રાષ્ટ્રીય ટીમ માટે પ્રથમ ગોલ કરી 3-1નો સ્કોર નોંધાવ્યો હતો.
વધુમાં વાંચો: રિકી પોન્ટિંગે રિષભ પંતને ગણાવ્યો બીજો એડમ ગિલક્રિસ્ટ
ભારતીય ટીમ તેમના આક્રમક રમતને ચાલુ રાખી હતી. એક અવેજીના રૂપમાં મેદાન પર આવી સ્ટ્રાઇકર જેજેએ 81મી મીનિટમાં ગોલ કરી ભારતને જીતની ખાતરી આપી હતી. જેજે લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચલી રહ્યો હતો અન તેના આ શાનદાર પ્રદર્શનથી કોચ સ્ટીફન કાંસ્ટેનટાઇનને બાકીની મેચમાં આક્રમણ કરવા માટે વધારે વિકલ્પ મળી ગયો હતો.
(ઇનુપુટ: આઇએએનએસ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે